મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડી નજીક રહેતી પરણીતાએ જીવન ટુંકાવ્યુ, તપાસ ચાલુ


SHARE









મોરબીની લીલાપર ચોકડી નજીક આવેલ કારખાનાના કવાર્ટરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીની લીલાપર ચોકડીથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની લીલાપર ચોકડીથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સ્પેનીયા સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામ દેવ ટુડુ નામના યુવાનની પત્ની રાધારાની (21)એ કોઈ કારણોસર ઓરડીમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો હતો અને તેને સંતાન ન હતા જોકે મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતા ચકુભાઈ મનસુખભાઈ (35) નામના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે આવેલ જેનીસ કપડાના શોરૂમની સામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સનાળા રોડ ઉપર રહેતા આસિફ નૂરમામદભાઈ મકરાણી (7 માસ) અને સુમેરાબેન નૂરમામદભાઈ મકરાણી (26) નામના બે વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News