મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી રોડે કારખાનના કવાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી જવાથી એક વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીના પાનેલી રોડે કારખાનના કવાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી જવાથી એક વર્ષની બાળકીનું મોત

મોરબીના રફાળેશ્વર ગામ નજીક પાનેલી રોડ ઉપર આવેલ કારખાનાની સામે ધરતી પ્લાસ્ટની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની એક વર્ષની દીકરી કોઈ કારણોસર પાણી ભરેલી ડોલમાં પડી ગયેલ હતી અને પાણી ભરેલ ડોલમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રફાળેશ્વર ગામે પાનેલી રોડ ઉપર આવેલ સિમોરા કારખાના સામે ધરતી પ્લાસ્ટના લેબર ક્વાર્ટરની કોલોનીમાં રહેતા અરવિંદભાઈ દલુભાઈ મંડલોઈની એક વર્ષની દીકરી આરાધ્યા કોઈ કારણોસર પાણી ભરેલી ડોલમાં ડૂબી ગયેલ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના પાનેલી ગામે રહેતા મોંઘીબેન મોહનભાઈ હડિયલ (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે તેઓને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

શોર્ટ લાગતાં સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ નોવાલેક ડેકોર નામના કારખાનામાં કામગીરી દરમિયાન રાજુભાઈ બરાન્દ્રાસિંગ (25) નામના યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News