મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ઘરમાંથી વ્હીસ્કી દારૂની મોંઘીદાટ 8 બોટલ સાથે એક આરોપી પકડાયો


SHARE









મોરબીના શનાળા ગામે ઘરમાંથી વ્હીસ્કી દારૂની મોંઘીદાટ 8 બોટલ સાથે એક આરોપી પકડાયો

મોરબીના સનાળા ગામે ઇન્દિરાવાસમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની મોંઘીદાટ 8 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 23,430 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ ઇન્દિરાવાસમાં રહેતા અશ્વિનભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી તેના ઘરની અંદરથી બ્લેન્ડર પ્રાઇડ પ્રીમીયમ વ્હિસ્કી, ballantines finest બ્લેન્ડડ સ્કોચ વ્હિસ્કી અને જોની વોકર રેડ લેબલ બેલ્ડેડ સ્કોચ વ્હિસ્કી નામની દારૂની 8 બોટલો મળી આવી હતી જેથી પોલીસે મોંઘીદાટ દારૂની બોટલો જેની કિંમત 23,430 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલા (35) રહે. સનાળા જુના ગામ ઇન્દિરાવાસ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂની ભઠ્ઠી

ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે ગૌશાળાની સામેના ભાગમાં આવેલ ઓરડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર  આથો તથા અન્ય મુદ્દામાલ મળી આવતા 3,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય પ્રકાશભાઈ પ્રેમજીભાઈ પીપળીયા રહે. નેસડા (ખાનપર) વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News