મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી સાગર ફુલતરીયાની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ શરૂ


SHARE













મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી સાગર ફુલતરીયાની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ શરૂ

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આ ગુનામાં મુખ્ય આરોપી ગણાતા સાગર ફુલતરિયાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ સીઆઇડીની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાયા બાદથી એટલે કે છેલ્લા સાડા ચાર માસથી આ ઈસમ નાસતો ફરતો હોય અને હાલમાં તેના પકડાયા બાદ તેની પાસેથી બે મોબાઈલ, બે સીમકાર્ડ, એક વાઇફાઇ ડોંગલ વિગેરે જપ્ત કરવામાં આવેલ છે.માટે છેલ્લા સાડા ચાર માસ જેવા સમયથી તે નાસતો ફરતો હતો તે દરમિયાન તેને કોણે કોણે નાણાંકીય કે રહેવા માટેની મદદ કરી ? તે ક્યાં ક્યાં રોકાયો હતો ? કોની મદદથી રોકાયો હતો ? તે તમામ બાબતો તપાસનો વિષય બને તો ચોંકાવનારી માહીતીઓ સામે આવે તેમ છે.તેમજ તેની પાસેથી મળી આવેલા મોબાઈલો અને સીમકાર્ડની તપાસ દ્વારા પણ અન્ય કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવે તેમ છે.તેવું હાલ સૂત્રોમાં ચર્ચા રહ્યું છે.

મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરીને બારોબાર પચાવી પાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ હતો જો કે, તેમાં આરોપી કોણ કોણ છે તેને લઈને હજુ ઘણી અવઢવ ચાલી રહી છે તેવામાં માર્ચ-2025 માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા તથા તપાસમા સામે ખૂલે તે તમામ સામે ફરિયાદ નોંધાયેલ હતી.આ ગુનામાં સીઆઇડીની ટિમ દ્વારા અગાઉ ભરત દેગામા અને હેતલબેનની અને બાદમાં મુખ્ય આરોપી ગણાતા શાંતાબેન પરમાર તેમજ સાગર રબારી સહિત કુલ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેમાંથી રિમાન્ડ પૂરા થતાં ત્રણ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.અને એક આરોપી સાગર નવઘણભાઇ સાવધારની પૂછપરછ કરવામાં આવી રહી છે.


હાલમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ જે મુખ્ય મહિલા આરોપી શાંતાબેન પરમારની ધરપકડ કરી છે તેના નામે ફરિયાદીની જમીન કરવામાં આવી હતી અને તેના માટે બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરવામાં આવ્યા હતા.આ બોગસ દસ્તાવેજ કોણે બનાવ્યા ? અથવા તો બોગસ દસ્તાવેજ બનાવવા માટે કોણે કોણે મદદ કરી હતી ? તે દિશામાં તપાસ ચાલી રહી છે.
 
હાલમાં આ ગુનાની તપાસ કરી રહેલ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટીમ દ્વારા મોરબી જ નહીં ગુજરાતના બહુચર્ચિત 602 જમીન કૌંભાડના મુખ્ય આરોપી ગણાતા સાગર અંબારામભાઈ ફુલતરીયા (29) મૂળ રહે.તરઘડી તા.માળીયા મીંયાણા જી.મોરબી હાલ રહે. હોલીહાઈટ એપાર્ટમેન્ટ સતનામનગર મુનનગરની પાસે મોરબી ની તા.27/7 ના સાંજના ચારેક વાગ્યે ધરપકડ કરવામાં આવેલ છે.અને હાલ તપાસના કામે તેની પાસેથી બે મોબાઈલ, એક વાઇફાઇ ડોન્ગલ, બે સીમકાર્ડ જેવી વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે જેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે તો અનેકના વટાણા વેરાઇ જશે.અને આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે ? તેની ઝીણવટ ભરી તમામ દિશાઓમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.








Latest News