મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આઇસરની પાછળ કાર અથડાતાં પિતા-પુત્રીને ઇજા


SHARE











વાંકાનેર બાઉન્ડ્રી પાસે આઇસરની પાછળ કાર અથડાતાં પિતા-પુત્રીને ઇજા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી ટોલનાકા નજીકથી કાર પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં કૂતરું ઉતરતા કૂતરાને બચાવવા જતા કાર રોડ સાઈડમાં પડેલ આઇસરની પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને કારચાલક તેમજ તેની સાથે કારમાં બેઠેલ તેની દીકરીને ગંભીર ઇજા થવાથી સારવારમા લઈ ગયા હતા અને હાલમાં પોલીસે કારચાલકના પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં કોઠારીયા કોલોની કવાર્ટર નંબર ૨૪૬ અને બ્લોક નંબર ૩૫ માં રહેતા હુલાસબા હારૂભા જાડેજા (ઉમર ૫૧)હાલમાં તેઓના પતિ હારૂભા જાડેજા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પતિ અલ્ટો કાર નંબર જીજે ૩ કેપી ૫૨૭૧ લઈને વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તા ઉપર કૂતરું આદું ઉતરી આવ્યું હતું જેથી કરીને તેને બચાવવા માટે જતા રોડ સાઈડમાં પહેલા આઇસર નંબર જીજે ૩૬ વી ૨૪૯૮ માં પાછળના ભાગમાં અથડાઇ હતી જેથી કરીને ફરિયાદીના પતિ હરુભા અને તેની દીકરી ચેતનાબાને ઇજાઓ થઇ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News