મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં સ્વાતંત્ર્ય દિનની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે: કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


SHARE









હળવદ તાલુકામાં સ્વાતંત્ર્ય દિનની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે: કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે અને તેના જ ભાગરૂપે મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માટેનું આયોજન કરવા માટેની બેઠક યોજાઈ હતી. જેમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી કચેરીઓને સુશોભિત કરી રોશનીના શણગાર કરવા સહિતના કામની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગ્રાઉન્ડ, ડાયસ પ્લાન, ધ્વજ પોલ, સ્ટેજ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, વૃક્ષારોપણ, સાફ-સફાઈ અને સ્વચ્છતા, મેડિકલ ટીમની વ્યવસ્થા સહિતની આનુસંગિક વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે કરવામાં આવનાર છે, જ્યાં દેશ ભક્તિતી તરબોળ સાંસ્કૃતિક કાર્યક્રનો રજૂ કરવામાં આવનાર છે. ઉપરાંત મોરબી, વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકાક કક્ષાએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને હળવદ ખાતે પૂર્વ સંધ્યાએ સરકારી કચેરીઓને સુશોભિત કરી રોશનીના શણગાર કરવામાં આવશે. આ બેઠકમાં ડીડીઓ સહિતના જિલ્લાના અધિકારીઓએ હાજર રહ્યા હતા.




Latest News