ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર નજીક રીક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનને પગની આંગળી કપાઈ ગઈ


SHARE







હળવદના રાણેકપર નજીક રીક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનને પગની આંગળી કપાઈ ગઈ

હળવદના રાણેકપર ગામ નજીક સીએનજી રીક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ઉપર જઈ રહેલા યુવાનને જમણા પગનો અંગૂઠાની બાજુની આંગળી કપાઈ ગઈ હતી અને બે આંગળીમાં ફ્રેકચર થયું હતું તેમજ સાહેને સામાન્ય ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ વ્યક્તિઓને જે તે સમયે સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા રાજુભાઈ હેમુભાઈ બહાપિયા (22) એ સીએનજી રીક્ષા નંબર જીજે 1 ટીડી 3322 ના ચાલક રામાભાઇ રણછોડભાઈ ભરવાડ રહે. ગોલાસણ વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના રાણેકપર ગામ પહેલા તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એકે 2137 લઈને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે પોતાની રીક્ષા બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ફરિયાદીને જમણા પગના અંગૂઠાની બાજુની આંગળી કપાઈ ગઈ હતી અને અન્ય બે આંગળીઓમાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી તેમજ સાહેને ઈજાઓ થયેલ હોવાથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વરલી જુગારની રેડ

મોરબીના લાતી પ્લોટ મેન રોડ ઉપર વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સાહિલભાઈ ઇકબાલભાઇ સૈયદ (22) રહે. લાયન્સનગર સ્કૂલની પાસે સનાળા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 450 રૂપિયાની રોકડ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી






Latest News