વાંકાનેરના લક્ષ્મીપરામાં જૂનુ મનદુખનો ખાર રાખીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
વાંકાનેરના લક્ષ્મીપરામાં જૂનુ મનદુખનો ખાર રાખીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારની અંદર રહેતા યુવાનના ભાઈની સાથે તે જ વિસ્તારમાં રહેતા એક શખ્સને જૂનુ મનદુખ ચાલે છે જેથી આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહીને ફરિયાદી તેમજ સાહેદને બેફામ ગાળ આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા શેરી નંબર-૨ માં રહેતા ફિરોજભાઈ અયુબભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૩૦) એ હાલમાં તે જ વિસ્તારની અંદર રહેતા જાકીર ઉર્ફે રાઘે નૂરમામદ મકવાણાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના ભાઈને આરોપીની સાથે જૂનું મનદુખ ચાલતું હતું તે બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહીને ફરિયાદી અને સાહેદને બેફામ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં વાંકાનેર સીટી પોલીસે યુવાનની ફરિયાદ લઈને ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે