મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાહન ચોર ગેંગ સક્રિય !: હળવદમાં છેલ્લા 7 માહિનામાં 3 બાઈકની ચોરી


SHARE













વાહન ચોર ગેંગ સક્રિય !: હળવદમાં છેલ્લા 7 માહિનામાં 3 બાઈકની ચોરી

હળવદમાં વાહન ચોર ગેંગ સક્રિય થઈ હોય તે રીતે ગત જાન્યુઆરી થી જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે કુલ મળીને ત્રણ બાઈકની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા વાહન માલિકોની ફરિયાદ લઈને પોલીસે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીના ત્રણ ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા હસમુખભાઈ ઓધવજીભાઈ કૂરિયા (37)એ હળવદના ધાંગધ્રા દરવાજા પાસે પોતાનું બાઈક નંબર જીજે 13 એમએમ 2489 પાર્ક કરીને મૂક્યું હતું જે જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે હળવદના રા રોડ ઉપર આવેલ રુદ્ર ટાઉનશીપ ગેટ નં-2 પાસે રહેતા મોહિતભાઈ પ્રફુલભાઈ સિંદૂરિયા (27) નામના યુવાને હળવદમાં આવેલ બ્રાહ્મણની ભોજન શાળા પાસે પોતાનું બાઈક નંબર જીજે 14 એન 2649 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે તો સુરેન્દ્રનગરમાં આવેલ જવાહર સોસાયટીમાં અવસર ફ્લેટ બ્લોક નંબર 304 માં રહેતા હાર્દિકભાઈ ભરતભાઈ શાહ (32)એ પોતાનું બાઈક નંબર જીજે 13 1319 હળવદમાં આવેલ ભવાની મેડિકલ પાછળ શાહ ભરતકુમાર કાંતિલાલ નામની દુકાન પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી  20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયેલ છે આમ હળવદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કુલ ત્રણ વ્યક્તિઓના બાઈકની ચોરી થયેલ હોય પોલીસે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીના ત્રણ ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News