મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં 2, વાંકાનેર સિટી વિસ્તારમાં 4 અને માળીયા તાલુકામાં 1 જુગારની રેડ: 2.17 લાખથી વધુની રોકડ સાથે 29 શખ્સ ઝડપાયા


SHARE









હળવદ તાલુકામાં 2, વાંકાનેર સિટી વિસ્તારમાં 4 અને માળીયા તાલુકામાં 1 જુગારની રેડ: 2.17 લાખથી વધુની રોકડ સાથે 29 શખ્સ ઝડપાયા

હળવદ તાલુકામાં બે, વાંકાનેર સિટી વિસ્તારમાં ચાર અને માળીયા ના નાની બરાર ગામે જુગારની જુદીજુદી 7 રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 29 લોકોને જુગાર રમતા પકડવામાં આવ્યા છે અને તેની પાસેથી 2,17,240 ની રોકડ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માથક- ચુપણી ગામે જુગાર

હળવદના માથક ગામની ગુંદાવાડી નામે ઓળખાતી સીમમાં માવજીભાઈ કોળીની વાડીના શેઢે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ચંદુભાઈ માવજીભાઈ પરમાર (40), નાગજીભાઈ ભલાભાઇ સરૈયા (30), મુકેશભાઈ માધાભાઈ સરૈયા (31), મહેશભાઈ વાઘજીભાઈ પરમાર (30), મુજફર ઈશુભાઈ મુલતાની (51), રાજેશભાઈ વેલજીભાઈ પાટડીયા (32), મુમાભાઈ મશરૂભાઈ સરૈયા (40) અને અક્ષયભાઈ મુન્નાભાઈ નંદેસરિયા (22) રહે. બધા હળવદ તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,33,800 રૂપિયાની રોકડ કબજે કરી હતી જયારે હળવદ પોલીસે જુગારની બીજી રેડ ચુપણી ગામે રઘુભાઈ કમાભાઈ કોળીની વાડીના શેઢે કરી હતી ત્યારે વિરમભાઈ જાદવજીભાઈ સરદીયા (49), રમેશભાઈ જશાભાઇ પાટડીયા (48), પરસોતમભાઈ મગનભાઈ મકવાણા (35), હીરાભાઈ દેવશીભાઈ કારેલીયા (55) અને શામજીભાઈ ગોરધનભાઈ સીતાપરા (25) રહે. બધા ચુપણી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 32,200 ની રોકડ કબજે કરી હતી

કેરાળા- અમરસર ગામે જુગાર

વાંકાનેર નજીક કેરાળા ગામે નવાપરાના ખુલ્લા પટમાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી રાજેશભાઈ મશરૂભાઈ મકવાણા (35), જીવણભાઈ કુકાભાઈ વાડવેલીયા (26) અને સંજયભાઈ વરસીંગભાઇ વાડવેલીયા (35) રહે. બધા કેરાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 17,150 ની રોકડ કબજે કરી હતી. તો જુગારની બીજી રેડ અમરસર ગામમાં ભરવાડના ચોકમાં કરી હતી ત્યારે જયપાલભાઈ સુખાભાઈ ગમારા અને મહિપાલભાઈ ભાયાભાઈ ગમારા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી 2,250 ની રોકડ તથા 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 12,250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ને આરોપીઓની ધરપકડ કરી હતી

હસનપરા- નવા રાજાવડલા ગામે જુગાર

વાંકાનેરના હસનપરામાં ચામુંડા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરતા સંજયભાઈ ધીરુભાઈ પરસાડીયા (30), નીલેશભાઇ રમેશભાઈ મકવાણા (22) અને ઉદયભાઇ મુકેશભાઈ બારૈયા (19) રહે. બધા હસનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2400 ની રોકડ કબજે કરી હતી. તો નવા રાજા વડલા ગામના ચોકમાં જાહેરમાં જુગારની રેડ કરતા ગોવરધનભાઈ છગનભાઈ દેત્રોજા (58), દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા (29), કિશોરભાઈ નરસીભાઈ ડેડાણીયા (38), મોનાભાઈ રાઘવભાઈ ગમારા (36) અને વિમલભાઈ કાંતિભાઈ ડેડાણીયા (22) રહે. બધા નવા રાજા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 12,240 ની રોકડ કબજે કરી હતી.

નાનીબરાર ગામે જુગાર

માળિયાની તાલુકાના નાનીબરાર ગામના તળાવની પાળ પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજીતભાઈ પરબતભાઈ ચાવડા (40), ચંદુભાઈ મહાદેવભાઈ વિઠલાપરા (50), પરેશભાઈ રાયધનભાઈ ડાંગર (38) અને જયંતીભાઈ મોહનભાઈ મોરડીયા (52) રહે. બધા નાની બજાર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 7,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે




Latest News