મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં મોરબીના માધાપરમાં આધેડ અને ટંકારાના મેઘપર ઝાલા ગામે યુવાનનું મોત


SHARE







ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં મોરબીના માધાપરમાં આધેડ અને ટંકારાના મેઘપર ઝાલા ગામે યુવાનનું મોત

મોરબીના માધાપર શેરી નંબર 17 માં કપિલા હનુમાન પાસે રહેતા આધેડ પોતાના ઘરમાં ગાય દોવા માટે જતા હતા ત્યારે ઈલેક્ટ્રીક બોર્ડમાં અડી જવાના કારણે તેઓને શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજયું હતું આવી જ રીતે ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીના ગોડાઉનની છત ઉપર ચડતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત નીપજ્યું હતું.

મોરબીમાં માધાપર શેરી નંબર 17 માં કપિલા હનુમાન પાસે રહેતા કાલુભા ગોવિંદભાઇ ગુઢડા (53) નામના આધેડ પોતે પોતાના ઘરના ફળિયામાં બાંધેલ ગાયને દોવા માટે થઈને જતા હતા દરમ્યાન ફળિયામાં દિવાલમાં લગાવેલ ઈલેક્ટ્રીકના બોર્ડમાં અડી જવાના કારણે તેમને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા (32) નામનો યુવાન ગામની ડાભોડિયા નામની સીમમાં પોતાની વાડીએ હતો અને વાડીએ કામ કરતાં સમયે ગોડાઉનની છત ઉપર ચડતી વખતે સીડી ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનના વાયરને અડી જવાના કારણે તેને ઈલેક્ટ્રીક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News