ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં મોરબીના માધાપરમાં આધેડ અને ટંકારાના મેઘપર ઝાલા ગામે યુવાનનું મોત
ટંકારાના છતર પાસેથી બીયરનો જથ્થો ભરેલ ઇકો સાથે એક પકડાયો, 3.01 લાખનો મુદામાલ કબજે: માલ અપનારની શોધખોળ
SHARE









ટંકારાના છતર પાસેથી બીયરનો જથ્થો ભરેલ ઇકો સાથે એક પકડાયો, 3.01 લાખનો મુદામાલ કબજે: માલ અપનારની શોધખોળ
ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર છત્તર ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી બિયરના સાત ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે બિયર તથા ઈકો ગાડી મળીને 3,01,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપક કરેલ છે તથા બિયરનો જથ્થો આપી જનારનું નામ સામે આવ્યું હોય ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છત્તર ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ઇકો ગાડી નંબર જીજે 36 એજે 8714 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી બિયરના 7 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 1750 ની કિંમતનો બિયરનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,01,750 ની કિંમતમાં મુદ્દામાલ કબજે કરીને પોલીસે કિશોરભાઈ મનુભાઈ ઉર્ફે મનોજભાઇ લાંબા (24) રહે. વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ બિયરનો જથ્થો તેને રાહુલભાઈ નિતેશભાઇ ચાવડા રહે. વાછકપર તાલુકો ટંકારા વાળો આપી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
દેશી દારૂની ભઠ્ઠી
વાંકાનેર તાલુકાના તીથવા ગામમાં આવેલ સિંગારા તરીકે ઓળખાતી સીમમાં છગનભાઈ બારૈયાની વાડીના શેઢે વોકડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 80 લીટર આથો, 10 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો તેમજ દેશી દારૂની ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હોય પોલીસે તે મુદ્દામાલ ઉપરાંત બાઈક નંબર જીજે 36 એકે 9574 જેની કિંમત 40,000 રૂપિયા આમ કુલ મળીને પોલીસે 46,600 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે, દારૂની રેડ કરવામાં આવી ત્યારે એક શખ્સ પોલીસને જોઈને ત્યાંથી નાસી ગયો હતો અને આ દારૂની ભઠ્ઠી મુન્નાભાઈ લખમણભાઇ સીતાપરા રહે. તીથવા ધાર તાલુકો વાંકાનેર વાળાની હોવાનું સામે આવતા હાલમાં સ્થળ ઉપરથી નાસી ગયેલ શખ્સ તથા મુન્નાભાઈ સીતાપરા સહિત બે સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
