મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મામૂલી રકમની લેતી દેતી બાબતે યુવાન સાથે ઝઘડો કરીને માર માર્યો: બાઇક સળગાવી દીધું


SHARE

















વાંકાનેરમાં મામૂલી રકમની લેતી દેતી બાબતે યુવાન સાથે ઝઘડો કરીને માર માર્યો: બાઇક સળગાવી દીધું

વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે 50 થી 100 રૂપિયા આપવા બાબતે બોલાચાલી અને ઝડઘો થયો હતો અને યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા ધોકા વડે મારમારીને ઇજા કરી હતી આટલું જ નહીં તેના બાઈકમાં પથ્થર અને તલવાર જેવા હથિયારના ઘા મારીને બાઇકને સળગાવી દેવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ મોમીન શેરીમાં રહેતા શબ્બીરભાઈ ઇબ્રાહીમભાઇ ભદ્રાસીયા (29) એ કોનેનમહમદ ઉર્ફે ટીકળી યાસીનભાઇ બ્લોચ રહે.લક્ષ્મીપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી સાથે 50 થી 100 રૂપિયા આપવા બાબતે બોલાચાલી ઝઘડો અને ઝપાઝપી થઈ હતી ત્યારે આરોપીએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને શેરીમાં પડેલ લાકડાનો ધોકો લાવીને ફરિયાદી યુવાનને ડાબા હાથના પંજામાં અને શરીરે મારમાર્યો હતો આ ઉપરાંત ફરિયાદીના બાઈક ઉપર આરોપીએ પથ્થર અને તલવાર જેવા હથિયારના ઘા મારીને બાઇકને સળગાવી દીધું હતું જેથી ભોગ બાનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 વૃદ્ધા સારવારમાં

ટંકારાના ગજડી ગામે રહેતા જીવીબેન લક્ષ્મણભાઈ જારીયા નામના 84 વર્ષના વૃદ્ધા પુત્રની પાછળ બેસીને બાઈકમાં જતા હતા ત્યારે ખાનપર નજીક બાઇકની આડે કુતરૂ ઉતરતા વાહન સ્લીપ થઇ ગયું હતું જે બનાવમાં જીવીબેન ઈજા પામતા તેમને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટીંબડી પાસે આવેલ ગુરૂકૃપા હોટેલ નજીક ઉભેલ રામચંદ્ર મદનલાલ યાદવ (33) રહે.જયપુર રાજસ્થાન વાળો ઉભા ઉભા અચાનક પડી ગયો હોય તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં લઇ જવામાં આવ્યો હતો.
 
વાહન અકસ્માત
મોરબીના નાની વાવડી ગામે આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા રૂક્ષ્મણીબેન રણછોડભાઈ પનારા નામના 58 વર્ષીય મહિલા મોરબી જીઆઇડીસી ના નાકા પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યાં રસ્તામાં વાહન સ્લીપ થવાના બનાવમાં તેમને ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબી વજેપર શેરી નંબર-15 માં રહેતા પ્રેમીલાબેન ભાવેશભાઈ દોશી નામના 52 વર્ષીય મહિલા વજેપર પાસે આવેલ નર્મદા હોલ નજીક બાઇકમાંથી પડી ગયા હોય તેમને ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.



Latest News