મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: ટંકારા ચીલ ઝડપના ગુન્હામા ગયેલ રોકડા 1.41 લાખ મૂળ મલીકને પરત કરતી પોલીસ


SHARE













તેરા તુજકો અર્પણ: ટંકારા ચીલ ઝડપના ગુન્હામા ગયેલ રોકડા 1.41 લાખ મૂળ મલીકને પરત કરતી પોલીસ

ટંકારા તાલુકામાં વર્ષ 2022 માં ચીલ ઝડપનો બનાવ બનેલ હતો જે ગુનામાં ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા ને તેની પાસેથી ગુન્હામા ગયેલ રોકડા 1.41 લાખ રિકવર કર્યા હતા જે રકમ મૂળ મલીકને પરત આપવા માટે કોર્ટે આદેશ કર્યો હતો જેથી ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદીને બોલાવીને ડીવાયએસપીની હાજરીમાં રોકડા રૂપિયા પાછા આપવામાં આવ્યા હતા.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા માટેની સુચના આપી હતી જેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયાના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં ટંકારા પોલીસ સ્ટેશનમાં મૂળ માળીયા(મી)ના બોડકી ગામે રહેતા અને હાલમાં મોરબી રહેતા ફરીયાદી સંદિપભાઈ હરીભાઈ ડાભી (24)એ ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. 10/5/22 ના રોજ બપોરના 12 વાગ્યાની આસપાસ ટંકારાના ધુનડા(સ) ગામની સીમ ધુનડા અદેપર ગામના કાચા રસ્તે ફરીયાદીના પીઠ પાછળ ટીંગાડી રાખેલ સ્કુલ બેગમાં આ કામના બે અજાણ્યા આરોપી એક્સેસ સ્કૂટર લઈને આવ્યા હતા જેની પાછળ માલધારી લખેલ હતું તે બન્ને ઇસમો સ્કુલ બેગમાં રહેલ રોકડા રૂપિયા 1.41 લાખ લઈને નાશી ગયા હતા જેની તપાસ દરમ્યાન આરોપી દિવ્યેશભાઇ ભગવાનજીભાઇ હણ રહે. નવાગામ મોરબી તથા સંજયભાઇ નાથાભાઇ પડસારીયા રહે. નવાગામ અને સતીષભાઇ વિઠઠલભાઇ કગથરા રહે. અદેપર વાળાઓને પકડીને અટક કરવામાં આવી હતી અને આરોપીઓ પાસેથી ગુન્હામા ગયેલ રોકડ 1.41 લાખ પુરા રીકવર કરવામા આવ્યા હતા અને ટંકારા કોર્ટ દ્રારા ફરીયાદીને આ રકમ સુપ્રત કરવા હુકમ કર્યો હતો. જેથી ફરીયાદીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના હસ્તે રોકડ રકમ પરત આપવામાં આવી હતી.




Latest News