મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા મહીકા ગામે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા


SHARE

















વાંકાનેરના નવા મહીકા ગામે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

વાંકાનેરના નવા મહીકા ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા.જેથી પોલીસે તેની પાસેથી 14,700 ની રોકડ કબ્જે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના નવા મહીકા ગામની ધાર પાસે મકાન નજીક જાહેરમાં તાલુકા પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અમરશીભાઈ વેલાભાઈ સાકરીયા (50), ઉદયભાઇ કિરીટભાઈ પઢારીયા (38), લાખાભાઈ પુંજાભાઈ ધોળકિયા (55), વિનોદભાઈ લાલજીભાઈ ધોળકિયા (35), ભુદરભાઈ ગોવિંદભાઈ ચાવડા (47), કરસનભાઈ ધરમશીભાઈ ધરજીયા (43), દિનેશભાઈ સુખાભાઈ મુંધવા (38), કાળુભાઈ ઉર્ફે હસમુખભાઈ મગનભાઈ દેવીપુજક (38) અને વશરામભાઈ વાલજીભાઈ ચૌહાણ (61) રહે.બધા મહીકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વૃદ્ધા-યુવાન સારવારમાં

ટંકારાના ઘુનડા ગામે રહેતા મુક્તાબેન ગંગારામભાઈ બરાસરા નામના 63 વર્ષીય વૃદ્ધા બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે ઘુનડા ગામે તળાવ નજીક તેઓ બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માટે અત્રેની સાગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદની હોનેસ્ટ હોટલ પાસે શ્રી સહજાનંદ ટ્રાવેલ્સની બસ પલ્ટી મારી ગઈ હોય આ બનાવમાં દિપકભાઇ જસવંતભાઈ રાઠોડ (21) રહે.નાના કપાયા વાડી વિસ્તાર કચ્છને ઈજા પહોંચી હતી તે મુન્દ્રાથી બસમાં માણસા જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત બનાવ બન્યો હતો.તેમને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયેલ હોય મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવની હળવદ પોલીસને જાણ કરી હતી.

મારામારીમા ઈજા

મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા કાંતિભાઈ કાનજીભાઈ વૈશ્નાણી નામના 65 વર્ષના વૃદ્ધને તેમના ઘરે કોઈ બાબતે ઝઘડો થતા તેમના પુત્ર દ્વારા માથાના ભાગે કડુ મારવામાં આવતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસે જણાવેલ છે.તેમજ મોરબી નવા બસ સ્ટેશન પાસે ફિનાઇલ પી જતા સદામ અલીભાઈ બુખારી (31) રહે?આવાસ યોજનાના ક્વાટર દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ વાળાને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે શક્તિ ટાઉનશીપ રવાપર ગામે રહેતા અનિતાબેન અમિતભાઈ દેત્રોજા (35) નામની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને તપાસ કરી હતી.




Latest News