મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર પાસેથી બાઈકની ચોરી: માળીયાના નવાગામ પાસે દારૂની ભઠ્ઠી ઉપર રેડ


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર પાસેથી બાઈકની ચોરી: માળીયાના નવાગામ પાસે દારૂની ભઠ્ઠી ઉપર રેડ

વાંકાનેરમાં ઘર પાસે યુવાને તેનું બાઈક પાક કરીને મૂક્યું હતું જે 51,000 ની કિંમતનું બાઇક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં શારદા સ્કૂલ વાળી શેરીમાં રહેતા જગદીશભાઈ રસિકલાલ પરમાર (37)અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમણે પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 3 એચડી 8318 પાર્ક કરીને મૂક્યું હતું જે 51,000 ની કિંમતનું બાઇક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દારૂની ભઠ્ઠી ઉપર રેડ

માળીયા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નવાગામ પાસે નદીમાં કાંઠે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો તેમજ 140 લિટર તૈયાર દેશી દારૂ, 1 મોબાઈલ મોબાઈલ ફોન સ્થળ ઉપરથી મળી આવ્યા હતા જેથી પોલીસે ફૂલ મળીને 38,150 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોબાઈલ ફોનના ધારક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News