મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મી)માં ફાયરિંગ કરીને આધેડની હત્યા કરવાના ગુનામાં શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા


SHARE











હળવદના મયુરનગર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા

હળવદના મયુરનગર ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 14,150 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રફિકભાઈ નૂરમહમદ જામ (30) રહે. જોન્સનગર લાતી પ્લોટ મોરબી, કૈલાશભાઈ ખોડાભાઈ ઉપસરિયા (38) રહે. જુના ઘાંટીલા, ફૈયાજ નૂરમહમ્મદ સિપાઈ (35) રહે. મોચી બજાર હળવદ અને બચુભાઈ નારણભાઈ જાકાસણીયા (57) રહે. જૂના ઘાટીલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,150 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બેટરીનું પાણી પી ગયો !

મોરબીના ભીમસર વિસ્તારમાં રહેતો શિવા દેવજીભાઈ કુંઢીયા (19) નામનો યુવાન મચ્છુ નદીના કાંઠે કોઈ કારણોસર બેટરીનું પાણી પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ મોમજીભાઈ ચલાવી રહ્યા છે.

તરુણને ઇજા

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા કલ્પેશ વિજયભાઈ કુંઢીયા (16) નામના તરૂણને નટરાજ ફાટક પાસે મારામારીના બનાવમાં છરી વડે ઇજા કરવામાં આવી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ મોમજીભાઈ ચલાવી રહ્યા છે






Latest News