મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિશ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્ય દ્વારા આયોજિત મોદક સ્પર્ધામાં વડીલ 17 લડવા ખાઈ ગયા: 11 હજારનું આપ્યું ઈનામ


SHARE













વાંકાનેરમાં ધારાસભ્ય દ્વારા આયોજિત મોદક સ્પર્ધામાં વડીલ 17 લડવા ખાઈ ગયા: 11 હજારનું આપ્યું ઈનામ

વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ સમિતી તેમજ વાંકાનેર હિન્દુ હૃદય સમ્રાટ અને લોક પ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈનું ટાઉનહોલ ખાતે  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં 23 લોકોએ ચાલુ વરસાદે આવીને ભાગ લીધેલ હતો અને આ હરીફાઈમાં પ્રથમ ક્રમે વરડુસર ગામનાં રાજાભાઈ ટપુભાઈ નંદાસણીયા 17 લાડવા ખાઈ જતાં તેઓને 11,000નું રોકડ ઈનામ આપ્યું હતું. જ્યારે બીજા ક્રમે ગુંદાખડા ગામનાં ગોરધનભાઈ સામજીભાઈ સાપરાએ 16.5 લાડવા ખાઈ જતાં તેને 8,000 નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું અને ત્રીજા ક્રમે ખાનપર ગામનાં કરશનભાઈ પોલાભાઈ ડાભી 16 લાડવા ખાઈ જાત તેઓને 5,000 નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું અને આ ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરિશભાઈ સરૈયા, વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત હાજર રહ્યા હતા અને આ હરીફાઈમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ધારાસભ્યએ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.






Latest News