મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના મયુરનગરથી રાયસંગપરને જોડતો બ્રાહ્મણી નદી ઉપરનો પુલ ધોવાઈ જતા રસ્તો બંધ, ગ્રામજનો હેરાન


SHARE









હળવદના મયુરનગરથી રાયસંગપરને જોડતો બ્રાહ્મણી નદી ઉપરનો પુલ ધોવાઈ જતા રસ્તો બંધ, ગ્રામજનો હેરાન

હળવદ તાલુકાના મયુરનગરથી રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા ઉપર બ્રાહ્મણી નદીમાં બેઠો પુલ આવેલો છે અને તે પુલ ઉપર દર વખતે ચોમાસા દરમિયાન બ્રાહ્મણી નદીનું પાણી ફરી વળે છે જેથી કરીને પુલ તૂટી જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ જગ્યા ઉપર મોટો પુલ બનાવી દેવામાં આવે તેવી એક નહીં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ અધિકારી કે પદાધિકારી અહીંના લોકોની વાતને ધ્યાને લેતા નથી અને પુલ બનાવતા નથી જેથી કરીને દર વખતની જેમ આ વખતે પણ પુલ તૂટી જવાના કારણે મયુરનગર અને રાયસંગપર ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને લાખો અને કરોડો રૂપિયા વાપરવામાં આવે છે તેવી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ મયુરનગર અને રાયસંગપર ગામના લોકોના નસીબમાં જાણે કે હાલાકીનો સામનો કરવાનું લખ્યું હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળે છે આ બંને ગામને જોડતો બ્રાહ્મણી નદી ઉપર મોટો પુલ બનાવવા માટે થઈને છેલ્લા વર્ષોમાં અનેક વખત રજૂઆતો કરી છે જેમાં સ્થાનિક અધિકારીથી લઈને ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે તો પણ આજની તારીખે ત્યાં પુલ બનાવવામાં આવ્યો નથી જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. છેલ્લા દિવસો દરમિયાન પડેલા વરસાદના કારણે બ્રાહ્મણી 2 ડેમની અંદર પણ પાણીની આવક થતા બ્રાહ્મણી 2 ડેમનો 1 દરવાજો દોઢ ફૂટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી કરીને મયુરનગર અને રાયસંગપર વચ્ચે બ્રાહ્મણી નદીમાં બનાવવામાં આવેલ પુલ તૂટી ગયો છે. માટે હાલમાં લોકોની અવર-જવર બંધ થઈ ગઈ છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે અગાઉ અહીંયા મોટો પુલ બનાવી દેવામાં આવે તેના માટે થઈને આંદોલન કરવામાં આવ્યું હતું. છતાં પણ નિમ્ભર તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવતો નથી અને રાજકારણીઓ દ્વારા તેની સત્તાનો ઉપયોગ કરીને લોકોની મુશ્કેલીને દૂર થાય તે માટે કોઈ કામ કરવામાં આવતું નથી જેથી બે ગામના લોકો હેરાન થાય છે અને ખાસ કરીને મયુરનગરના લોકો રાયસંગપર થઈને હળવદ તરફ જઈ શકતા હોય છે પરંતુ આ રસ્તો બંધ થવાના કારણે તેઓને ફરીને હળવદ જવું પડે તેવી પણ પરિસ્થિતિ ઉભી થતી હોય છે.




Latest News