મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ માટે જુદીજુદી સ્પર્ધાઑ યોજાઇ


SHARE











વાંકાનેરની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ માટે જુદીજુદી સ્પર્ધાઑ યોજાઇ

મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વાંકાનેર તાલુકાની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા  અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન અંગેની જાગૃતિ દર્શાવતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા અને આંકડાકીય માહિતી તથા વ્યસન મુક્તિના ફાયદા, વ્યસનથી થતુ નુકસાન વગેરે મુદ્દાને આવરી લઈને નિબંધ લખ્યા હતા અને વકતૃત્વ સ્પર્ધા માં વિધાર્થીઓવ્યસનને લગત ખુબ સારી રીતે પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ  ત્રણેય સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ નંબર, દ્રિતીય અને તૃતીય નંબર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન થી થતા શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે માહિતગાર કર્યા હતા અને COTPA-2003 કાયદા અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી, આ કાર્યક્રમ નું સફળ સંચાલન શાળાના શિક્ષક ફિરોજ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, અંતમાં શાળાના આચાર્યશ્રી .યુ. બાદી દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન પોતે જિંદગીમાં ક્યારેય ન કરવા તથા પોતાના પરિવારને પણ વ્યસન થી બચવા માટે સૂચન કર્યું હતું.






Latest News