આગેવાનોના પ્રયાસો છતાં મોરબી જીલ્લામાં સમરસ પંચાયતોમાં ૨૦૧૬ ની સરખામણીમાં હાલમાં ૨૩ ઘટી !
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે યુવાનની જમીન ઉપર દબાણ કરી લેનાર મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
SHARE
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે યુવાનની જમીન ઉપર દબાણ કરી લેનાર મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે યુવાનની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો હતો જેથી કરીને યુવાન દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ સમિતિમાં અરજી કરવામાં આવી હતી જેના આધારે કલેક્ટરે કરેલા હુકમ બાદ હાલમાં યુવાનની ફરિયાદ લઇને મહિલા સહિત ત્રણની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના રહેવાસી અને હાલમાં સુરેન્દ્રનગરના લીંબડીમાં મેર સાહેબના દવાખાનાની પાછળના ભાગમાં રહેતા અશોકસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉમર ૩૦)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મણીબેન રતાભાઇ ભરવાડ, રાઘવભાઈ રતાભાઇ અને વિરમભાઈ રતાભાઇ ભરવાડ રહે બધા અગાભી પીપળીયા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અગાભી પીપળીયા ગામે સર્વે નંબર ૭ પૈકી ૩ ની ૧૨ એકર અને ૯ ગૂઠા જમીનમાંથી તેઓએ આઠ એકર અને ૧૬ ગુઠા જમીનનું વેચાણ કરેલ છે તે સિવાયની ૪ એકર જેટલી જમીન છે તે પચાવી પાડવાના આશયથી તેના ઉપર ગેરકાયદેસર કબજો કરીને વાવેતર કરી પોતાના અંગત લાભ માટે થઈને જમીનનો ઉપયોગ આરોપીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે જે સંદર્ભે તેઓએ અગાઉ જિલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં અરજી કરી હતી જેના આધારે કલેક્ટર દ્વારા કરવામાં આવેલા હુકમ બાદ એસપીએ કરેલા હુકમને ધ્યાનમાં રાખીને હાલમાં યુવાનની ફરિયાદ લઇને મહિલા સહિત ત્રણની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ઉંચી માંડલ ગામ પાસે આવેલ મેગા કારખાનાની ઓરડીમાં રહીને મજુરી કરતો મુકેશ રમેશભાઈ ડાવર (ઉંમર ૩૩૦ નામનો યુવાન મોરબી ત્રાજપર ચોકડી પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીવી ૪૭૯૬ ના ચાલકે એકદમ વણાંક લઇ લીધો હતો જેથી કરીને મુકેશભાઇ ટ્રકની અડફેટે આવી જતાં તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને શરીર પણ ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત મુકેશભાઈએ સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રકચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ
વાંકાનેર તાલુકાના ભાયાતિજાંબુડિયા ગામે નદીના બેઠા પુલ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને લક્ષ્મણભાઈ કરસનભાઈ મકવાણા જાતે કોળી (ઉંમર ૨૬) રહે ભાયાતિજાંબુડિયા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી