મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે


SHARE













મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને તેમાં પાણીની પાઇપ લાઇન નડતરરૂપ બની રહી છે જેથી તેને ખસેડવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં પાંચ દિવસ સુધી સામાકાંઠા વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવું મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગ, નજરબાગ અને ઉમા ટાઉનશીપ પાસે આવેલ હેડ વર્કથી લોકોને પીવા માટેનું પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે જોકે, નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલુ છે દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓવરબ્રિજના પીલરનું કામ કરવાનું છે ત્યાં પાણીની પાઇપલાઇન નડતરરૂપ બની રહી છે જેથી કરીને તેને ખસેડવા માટેની કામગીરી કરવી પડે તેમ છે આ કામગીરી આગામી તા. 18 થી 22 સપ્ટેમ્બર સુધી કરવામાં આવનાર છે જેથી સામાકાંઠા વિસ્તારમાં જે ત્રણ હેડ વર્કસથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે તે વિસ્તારમાં પાંચ દિવસ સુધી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે અને નિયમિત રહેશે તેવું જાણવા મળ્યું છે.






Latest News