મોરબીના સ્વામિ નારાયણ ગુરુકુલ ખાતે અટલ ટિકરીંગ લેબનો મંત્રી બ્રિજેશ મેરજાએ કર્યું ઉદ્ઘાટન
વાંકાનેરના મહીકા પાસે પુલ ઉપરથી નીચે પડી જવાથી અજાણ્યા પુરુષનું મોત
SHARE
વાંકાનેરના મહીકા પાસે પુલ ઉપરથી નીચે પડી જવાથી અજાણ્યા પુરુષનું મોત
વાંકાનેર નજીક આવેલ મહીકા પાસેના પુલ પરથી નીચે પડી જવાથી અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું છે જે બનાવની વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને મૃતક પુરુષના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ શરૂ કરેલ છે અને મૃતકના પરિવારજનોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે આવેલ પુલ પરથી નીચે પડી જવાથી અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ હાલમાં ઘટનાસ્થળે પહોંચી છે અને રાત્રી દરમ્યાન કોઇ સમયે ઉપરથી નીચે પટકાતા આ અજાણ્યા પુરુષનું મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે અને તેના વાલી વારસને શોધવા માટે વાંકાનેર પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે