મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં હિમતપુરા માતાજીનાં મંદિરે પગપાળા ચાલીને દર્શન કરવા જતાં બે સગાભાઈને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત


SHARE











મોરબીમાં હિમતપુરા માતાજીનાં મંદિરે પગપાળા ચાલીને દર્શન કરવા જતાં બે સગાભાઈને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત

મોરબીમાં રહેતો યુવાન અને તેના મોટાભાઇ માતાજીનાં મંદિરે તેઓના વતનમાં દર્શન કરવા માટે પગપાળા ચાલીને જતાં હતા ત્યારે હળવદના સુપર ગામ નજીક રામદેવ હોટલથી આગળના ભાગમાં ધાંગધ્રા હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે તે બંને ભાઈઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને જમણા હાથ અને પગમાં ફ્રેકચર થયું હતું અને માથામાં ઇજા થતાં ટાંકા આવ્યા હતા જોકે, તેના મોટાભાઈને માથામાં ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના હિંમતપુરાના રહેવાસી અને હાલમાં મોરબીમાં કુબેર સિનેમા પાછળ શોભેશ્વર રોડ ઉપર રહેતા ઘનશ્યામભાઈ પોપટભાઈ વિરમગામ (47)એ ટ્રક નંબર જીજે 12 બીવી 5134 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કેફરિયાદી અને તેના મોટાભાઇ મોરબીથી તેઓના વતનમાં માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે પગપાળા ચાલીને જતાં હતા ત્યારે હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સુપર ગામ પાસે રામદેવ હોટલથી આગળના ભાગમાં ફરિયાદી તથા તેના મોટાભાઈ રાણાભાઇ પોપટભાઈ વિરમગામ (55)ને ટ્રક ચાલકે પાછળથી હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા હાથ અને જમણા પગમાં ફ્રેકચર થયેલ છે તેમજ ગાલ અને શરીરે ઇજા થઈ છે અને માથામાં ગંભીર ઇજા થવાથી ટાંકા આવ્યા હતા જો કે, આ બનાવમાં ફરિયાદીના મોટાભાઈ રાણાભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ટ્રક ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News