મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત


SHARE









હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત

હળવદના કવાડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ મજૂરી કામ કરતા યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદના કવાડિયા ગામના તળશીભાઈ રાઘુભાઈ સિહોરા (27)એ વિશાલભાઈ ભડાણીયાની વાડી ચોથા ભાગે રાખી છે જેથી તે મજૂરીકામ કરતા હતા. તેવામાં શનિવારેના સમયે તળશીભાઇ વાડીએ પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા ત્યારે વીજ શોક લાગતા તળશીભાઈ રાઘુભાઈ સિહોરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ગામના સરપંચ સહિત આગેવાનો તેના મૃતદેહને  હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરી હતી. ઉલેખનીય છે કે, મૃતક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. અને તેના પિતાનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયું હતું. અને અકસ્માતના આ બનાવમાં યુવાનનું મોત થવાથી તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.




Latest News