ફાયદા હી ફાયદા: મોરબીના પટેલ ઈલેક્ટ્રોનિક્સમાં 32 ઇંચનું LED ટીવી માત્ર 7500 રૂપિયામાં
વાંકાનેર ચંદ્રપુર ગામ પાસે દાઝી ગયેલ પરપ્રાંતિય યુવકનું સારવાર દરમ્યાન મોત
SHARE







વાંકાનેર ચંદ્રપુર ગામ પાસે દાઝી ગયેલ પરપ્રાંતિય યુવકનું સારવાર દરમ્યાન મોત
ગત તા.16/92025ના રોજ સવારે 6 વાગ્યા આસપાસ વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસે ગેસનો ચૂલો ચાલુ કરવા જતા આગ લાગતા આશરે 40 વર્ષીય પરપ્રાંતિય યુવાન દાઝી ગયો હતો. તેને પ્રથમ સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બાદમાં તબિયત નાજુક હોવાથી વાંકાનેર સરકારી હોસ્પિટલના કર્મચારી પ્રકાશભાઈ સહિતનાએ આ યુવકને એમ્બયુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો.
ચા બનાવવા ગેસનો ચૂલો ચાલુ કર્યો ત્યારે ભડકો થતા દાઝી ગયાનું દર્દીએ ત્રુટક ત્રુટક શબ્દોમાં જણાવેલ. રાજકોટ સિવિલમાં લાંબી સારવાર બાદ ગઈકાલે તા.26/9ના રોજ રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકનું નામ-ઠામ કંઈ જાણવા મળેલ નહીં વાંકાનેર પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડેલ અને તેની ઓળખ કરવા તેમજ વાલી વારસની શોધખોળ કરવા તપાસ હાથ ધરી હતી
