મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી

હળવદની દેવળીયા ચોકડીથી આગળ સૂરવદર વાળા રોડ ઉપર યુવાન પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સાયકલ વાળાને તારવવા જતાં યુવાનની ગાડી રોંગ સાઈડમાં ગઈ હતી જેથી કરીને સામેથી બાઈક લઈને આવી રહેલા શખ્સે યુવાનને ગાળો આપી હતી અને યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ શખ્સે યુવાનને મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધુળકોટ ગામે રહેતા લલિતભાઈ હરખજીભાઈ ભોરણીયા (46) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ દેવાયતભાઈ આહીર રહે. સુરવદર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદની દેવળીયા ચોકડીથી થોડે આગળ સુરવદર વાળા રોડ ઉપરથી પોતે પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે સાયકલ વાળાને તારવવા જતા તેઓની ગાડી થોડી રોંગ સાઈડમાં આવી હતી અને તે સમયે સામેથી આરોપી પોતાનું બાઈક લઈને આવી રહેલ હોય તેણે ફરિયાદીને ગાળો આપી હતી જેથી ફરિયાદીએ સામે વાળાને ગાળો બોલવાની ના પાડતા તે ઉશકેરાઈ ગયો હતો અને ફરિયાદીને ઢીકા પાટુનો મારમારીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના ઊંચી માંડલ ગામ નજીક રહેતા નિર્ભયસિંહ વરૂણસિંહ (40) નામનો યુવાન પગપાળા ચાલીને જતો હતો ત્યારે ટ્રકનું ટાયર ફાટક તેને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં રહેતો અમિતભાઈ વશરામભાઈ ડાભી (35) નામનો યુવાન લગધીરપુર રોડ ઉપર આવેલ સાયન્ટિફિક સિરામિક કારખાના પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં બીજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તમે સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતો સુજીત દાસ (22) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે સીડી ઉપરથી ઉતરતા સમયે પડી જવાના કારણે તેને સળીયો લાગી ગયો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

સાપ કરડી ગયો

મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા હંસાબા ઇન્દુભાઇ જાડેજા (40) નામના મહિલા લાલપર પાસે આવેલ સોલો સિરામિક પાસે રાત્રિના સમયે સૂતા હતા દરમિયાન સાપ કરડી જવાના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપોને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News