મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને પાઇપ-ધોકા સાથે યુવાન ઉપર ચાર શખ્સો તૂટી પડ્યા: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને પાઇપ-ધોકા સાથે યુવાન ઉપર ચાર શખ્સો તૂટી પડ્યા: જાનથી મારી નાખવાની ધમકી

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતો યુવાન આંબેડકર કોમ્પ્લેક્સ પાસે પાનની દુકાન નજીક હતો ત્યારે જૂના ઝઘડાનો ખાર રાખીને રાઠોડ પરિવારના ચાર વ્યક્તિ દ્વારા લાકડાના ધોકા અને પાઈપથી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને મારમારીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ રાઠોડ (19)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ પુંજાભાઇ રાઠોડ, મુકેશભાઈ લવજીભાઈ રાઠોડ, ઉત્તમભાઈ પ્રવીણભાઈ રાઠોડ અને જીતુભાઈ જગાભાઈ રાઠોડ રહે. બધા સરા રોડ આંબેડકર નગર-1 બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદમાં આવેલ આંબેડકર કોમ્પ્લેક્સ સામે વાંસગી પાનના ગલ્લે તે સિગરેટ પીવા માટે ગયો હતો ત્યારે ફરિયાદીના પરિવારને જુનાવાસમાં રહેતા રાઠોડ પરિવાર સાથે અગાઉ ઝઘડો થયો હતો જેનું મનદુઃખ રાખીને ચારેય આરોપીઓ લાકડાના ધોકા અને પાઇપ સાથે ફરિયાદી પાસે આવ્યા હતા અને ત્યારે મનસુખભાઈ અને ઉત્તમભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને મારમાર્યો હતો ત્યારે મુકેશભાઇએ લાકડાના ધોકા વડે શરીરને મારમારીને ઈજા કરી હતી તો જીતુભાઈએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમયે ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલા હિંમતભાઈને મનસુખભાઈએ ગાળો આપીને લોખંડના પાઇપ વડે પગમાં મારમારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News