મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતાં ચા પીવા માટે જઇ રહેલા યુવાનનું મોત


SHARE









મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતાં ચા પીવા માટે જઇ રહેલા યુવાનનું મોત

મોરબીના શોભેશ્વર રોડ નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરથી યુવાન બાઇક લઈને ચા પીવા માટે તેને જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બાઇક ચાલકે તેના બાઈક સાથે બાઇક અથડાવ્યું હતું જેથી યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના દેરાળા ગામે રબારી શેરીમાં રહેતા નિજામખા મહમંદખા ખોરમ (55)એ હાલમાં બાઇક નંબર જીજે 8 ડીએન 8655 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેમનો દીકરો ખોરમ અફઝલખા નિઝામખા (24) મોરબી ખાતે કંપનીમાં રહેતો હતો અને ત્યાં વેલ્ડીંગ કામ કરતો હતો દરમિયાન તે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં ચા પીવા માટે થઈને પોતાનું બાઈક નંબર જીજે 3 ઇએન 2399 લઈને મોરબીના શોભેશ્વર રોડ નજીક સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યા ગરીબ નવાજ હોટલ સામે આરોપીએ તેનું બાઈક ફરિયાદીના દીકરાના બાઈક સાથે અથડાવ્યું હતું જે બનાવમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત કરનારા બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News