મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા નજીકથી 540 બોટલ દારૂ-4464 બિયરના ટીન ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સો પકડાયા: 22.18 લાખનો મુદામાલ કબ્જે


SHARE









વાંકાનેરના ચિત્રાખડા નજીકથી 540 બોટલ દારૂ-4464 બિયરના ટીન ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સો પકડાયા: 22.18 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના ચિત્રાખડા ગામ નજીકથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 540 બોટલ દારૂ તથા 4464 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી 16 લાખથી વધુની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા વાહન અને મોબાઈલ ફોન મળીને 22.18 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી માલ ભરી આપનારનું નામ સામે આવ્યું છે અને માલ મંગાવનાર સહિત તપાસમાં જેના નામ સામે આવે તે આરોપીઓને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ કામગીરી કરી રહી છે દરમિયાન ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે થાનગઢ તરફથી ઊંડવી રોડ ઉપર પસાર થઈ રહેલી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 13 એક્સ 6305 ને રોકવામાં આવી હતી અને તે બોલેરો ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 540 બોટલો તેમજ બિયરના જુદી જુદી બ્રાન્ડના 4464 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 16.08 લાખની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા 10  હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 6 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 22,18,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી બોલેરો ગાડીનો ચાલક ભરતભાઈ હકાભાઇ ઝાલા અને પ્રકાશભાઈ ગીધાભાઈ ઝાલા રહે. બંને વિજળીયા તાલુકો થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પ્રવીણ ઉર્ફે પરમેશ હકાભાઇ ઝાલા રહે. વિજળીયા તાલુકો થાન વાળાનું નામ સામે આવ્યું છે તેમજ દારૂ મંગાવનાર અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




Latest News