બોટાદના બરવાળામાંથી ગુમ થયેલી સગીરા મોરબીથી મળી
SHARE
બોટાદના બરવાળામાંથી ગુમ થયેલી સગીરા મોરબીથી મળી
બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકનો સ્ટાફ બાતમી આધારે મોરબી આવ્યો હતો. સ્થાનિક પોલીસને સાથે રાખીને મોરબી-ર ત્રાજપર પાસેની મયુર સોસાયટીમાં તપાસ કરતા ત્યાંથી તેઓના પોલીસ સ્ટેશનમાંથી અપહરણ થયેલ સગીરા તથા તેની સાથે પ્રવિણભાઇ કલ્યાણભાઇ ભોજલીયા રહે. રાણપુર, તા. બરવાળા, જી. મોરબી મળી આવતા બંનને હસ્તગત કરી તપા સમાટે બોટાદ લઇ જવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
મોરબીની સોખડા ગામે રહેતા પરિવારના કાર્તિક નામના સવા વર્ષના બાળકની ઉપર શરીરે ગરમ દાળ પડતા તેને સારવાર માટે સિવિલે લવાયો હતો જ્યારે હળવદના વેગડવાવ ગામે ઘર પાસે દોડીને જતા વખતે વાહનની સાથે અથડાતા વિરૂ ચીમનભાઇ નાયક નામના સાત વર્ષના બાળકને હળવદ બાદ અત્રે સિવિલે સારવારમાં લવાયો હતો.
વાહન અકસ્માત
ટંકારા પાસે બે ટ્રક વચ્ચે અથડામણ થતા નારદસિંહ રોશનસિંહ જાટ (ઉ.વ.4ર) રહે. મુંદ્રા જી. કચ્છને સારવાર માટે મોરબી સિવિલે લવાયો હતો. જ્યારે માળીયા (મીં)ના કુંતાસી ગામે રહેતો જીતેન્દ્ર નરશીભાઇ નાટડા (પ3) ગામની પાસેથી બાઇક લઇને જતા હતા ત્યારે વાહન સ્લીપ થતા તેમને સારવારમાં લઇ જવાયા હતા અને માળીયા (મીં)ના ભાવપર ગામનો મુસ્તાક અલીભાઇ સુમરા (ર7) નામનો યુવાન ભાવપર-બગસરા વચ્ચેથી બાઇક લઇને જતો હતો ત્યારે પડી જતા સારવારમાં મોરબી ખસેડાયો હતો.
મારામારી
મોરબી પંચાસર રોડ સનરાઇઝ વિલા ખાતે પુત્રને રમાડવા ગયેલ ત્યારે પતિ-સસરાએ માર મારતા નિશાબેન ધીરેનભાઇ માકાસણા પટેલ (30) રહે. અરૂણોદયનગર જૈન દેરાસરની સામેને માર મારવામાં આવેલ જેથી સારવાર બાદ નિશાબેને પતિ ધીરેન ભુદરભાઇ માકાસણા તથા ભુદરભાઇ માકાસણા સામે એ ડીવીઝનમાં ફરીયાદ કરતા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરેલ છે. જ્યારે હરીપરના પાટીયા પાસે અજાણ્યા વાહનના ચાલકે હડફેટ લેતા જીતેન્દ્ર ડાયાભાઇ દેસાઇ (47) રહે. મહેન્દ્રનગરને સારવારમાં લઇ જવાયા હતા.
મહિલા સારવારમાં
પાનેલી ગામે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા ચંપાબેન કાનજીભાઇ ડાભી (પ7)ને સારવારમાં લઇ જવાયા હતા. મોરબીના સામાકાંઠે ગુ.હા.બોર્ડ પાસે રીક્ષામાંથી ઉતરતા સમયે અજાણ્યા બાઇક વાળાએ હડફેટે લેતા મહેરૂન જાનમામદ કટીયા (4) રહે. ગાયત્રી સોસાયટી મહેન્દ્રનગરને સિવિલે ખસેડાઇ હતી તેમજ ભુલથી થીનર પી જતા મુળ યુપી હાલ મોરબી રહેતા અમરેન્દ્ર ધનંજય તીવારી (ર0)ને સારવારમાં ખસેડાયો હતો.
જ્યારે વાંકાનેરના માટેલ રોડ ખાતે સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા મનીષાબેન કમલેશભાઇ બગેલ (ર0) નામની પ્રેગ્નેટ મહિલાને ઇલે. શોટ લાગતા સારવાર માટે લઇ જવાય હતી.પડધરીની પારસ સોસાયટીમાં રહેતો હર્ષરાજસિંહ હિતેષસિંહ જાડેજા નામનો 14 વર્ષનો તરૂણ બાઇકમાંથી પડી જતા સારવારમાં મોરબી ખસેડાયો હતો. તેમજ હળવદના શક્તિનગર રામાપીર મંદિરની પાસે રીક્ષા પલ્ટી જતા ઇજા પામેલ મધાભાઇ બુટાભાઇ ભરવાડ (46) રહે. ગોલાસળ તા. હળવદને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા









