મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા નજીક સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનારા બે શખ્સની ધરપકડ: 2.99 લાખથી વધુનો મુદામાલ કબ્જે


SHARE









હળવદના કવાડિયા નજીક સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનારા બે શખ્સની ધરપકડ: 2.99 લાખથી વધુનો મુદામાલ કબ્જે

હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેન્સીંગ તાર કાપીને અજાણ્યા શખ્સે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી એક હજાર મીટર કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી 4 લાખના વાયરની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બે શખ્સની ધરપકડ કરીને પોલીસે તેની પાસેથી 2.99 લાખથી વધુના મુદામાલને કબ્જે કર્યો છે.

મોરબીના સનાડા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા સુમિતભાઈ રાજેન્દ્રકુમાર પંડ્યા (35)એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, હળવદના કવાડીયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટ ફીટ કરવામાં આવેલ છે અને ગત તા. 1/11/25 ના 6:30 વાગ્યાથી લઈને તા. 4/11/25 ના સવારના 9:00 વાગ્યા સુધીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેન્સીંગ તાર કાપી નાખીને દિવાલ કૂદીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોપરના 1000 મીટર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેની અંદાજિત કિંમત 4,00,000 થાય છે. જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુના પોલીસે હાલમાં આરોપી સુલ્તાન ઉર્ફે કાનો ધીરુભાઈ દેકાવાડિયા અને રવિ ઘનશયમભાઈ દેકાવાડિયા રહે. બંને દેવપર સુખપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 460 કિલો  અને 770 ગ્રામ કોપર વાયર જેની કિંમત 299455 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News