મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવા કરાયેલ કૌભાંડમાં 9 પૈકીનાં 4 આરોપીઓની ધરપકડ: તત્કાલિન સરકારી બાબુઓ સુધી રેલો આવે તેવા સંકેત


SHARE









હળવદ તાલુકામાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવા કરાયેલ કૌભાંડમાં 9 પૈકીનાં 4 આરોપીઓની ધરપકડ: તત્કાલિન સરકારી બાબુઓ સુધી રેલો આવે તેવા સંકેત

હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે સરકારી જમીનને બનાવટી રેકર્ડ ઉભો કરીને પચાવી પાડવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું અને સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સમક્ષ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ તથા ખોટા હુકમો કરીને અલગ અલગ ગામના સર્વે નંબરોની 344.27 વિધા સરકારી જમીનની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાની નામે કરાવી લેવામાં આવી હતી જે બાબતે હળવદના મામલતદારે બે મહિલા સહિત કુલ 9 વ્યક્તિઓની સામે નામ જોગ ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં ચાર આરોપીઓને પકડવામાં આવેલ છે.

હળવદમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટ (55) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ બાબાભાઈ કોળી રહે. કોયબા, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર રહે. હળવદ, બીજલભાઇ અમરશીભાઈ કોળી રહે. કોયબા, દલાભાઈ રણછોડભાઈ ડાભી રહે.મનડાસર તાલુકો થાન, દિનેશભાઈ હમીરભાઇ વનાણી રહે. રાયસીંગપુર, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ રહે. ઘનશ્યામપુર, જશુબેન બાબુભાઈ કોળી રહે. સુંદરીભવાની, મંજુબેન રત્નાભાઇ કોળી રહે. ઘનશ્યામપુર અને વનાણી હમીરભાઈ વજુભાઈ રહે. રાયસીંગપુર તાલુકો મુળી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે

આ ફરિયાદીમાં મામલતદારે જણાવ્યું છે કે ગત તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેક્ડે ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઉભુ કરી સરકારની જમીન પચાવી પાડવાનું આયોજન બંધ કાવતરું રચી અલગ અલગ સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા અને જે તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહી તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ મળીને 344.27 વિધા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી કરાવીને કૌભાંડ કર્યું હતું

હળવદ પોલીસે મામલતદારની ફરિયાદ આધારે આઇપીસીની કલમ 465, 467, 468, 471, 472, 120 (બી), 34 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ કેસની તપાસ હળવદના પીએસઆઇ કે.એચ.અંબારિયા અને તેની ટિમ ચલાવી રહી હોય આ ગુનામાં પોલીસે આરોપી દિનેશભાઈ હમીરભાઇ વનાણી (42) રહે. રાયસીંગપુર, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર (58) રહે. હળવદ, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ (59) રહે. ઘનશ્યામપુર, વનાણી હમીરભાઈ વજુભાઈ (70) રહે. રાયસીંગપુર તાલુકો મુળી વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. તેમજ બાકીના આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. અને તત્કાલિન સરકારી અધિકારી તેમજ કર્મચારી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેતો મળી રહ્યા છે




Latest News