મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી આપના આગેવાનોને કેન્દ્રિય ગૃહમંત્રી પાસે આવેદનપત્ર આપવા જવા ન દેવાયા


SHARE





મોરબી આપના આગેવાનોને કેન્દ્રિય ગૃહમંત્રી પાસે આવેદનપત્ર આપવા જવા ન દેવાયા

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ, પ્રભારી પંકજભાઈ રાણપરિયા, કે.ડી.બાવરવા સહિતના આગેવાનો આજે મોરબીના લોકોના જુદા જુદા પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે તથા સીરામીક ઉદ્યોગના હિત માટે આવેદનપત્ર પાઠવવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોને કોર્ડન કરીને પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યા હતા અને તેઓને કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. જોકે સભા મંડપ સુધી યેનકેન પ્રકારે આમ આદમી પાર્ટીના કેટલાક યુવાનો ભાજપના કેસ પહેરીને પહોંચી ગયા હતા પરંતુ સભા મંડપમાં કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ શરૂ થાય ત્યારે પહેલા જ પોલીસ દ્વારા આપના યુવાનોને પકડીને ત્યાંથી શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા જોકે, બહાર જતા સમયે આપના એક યુવાને જય જવાન જય કિસાનના નારા લગાવીને કાળું કપડું ફરકાવ્યું હતું ત્યારે ગણતરીની મિનિટોમાં જ પોલીસ તેને ડીટેલ કરીને બહાર લઈ ગઈ હતી.




Latest News