વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેર પાસે કાર પલટી મારી જતાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિનું મોત


SHARE













વાંકાનેર પાસે કાર પલટી મારી જતાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિનું મોત

વરરાજના ફુલેકા માટે આપેલ કાર પરત લઈને જય રહેલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિની કાર વાંકાનેર નજીકના રસિકગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે નાલા નીચે પલટી મારી ગઇ હતી જે બનાવમાં કારમાં બેઠેલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિનું મૃત્યુ નીપજયું છે જેથી કરીને આ બનાવની હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર નજીક આવેલ રસિકગઢ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી હુંડાઈ વેન્યુ કાર નંબર જીજે ૧૩ એઆર ૩૭૭૯ પસાર થઈ રહી હતી ત્યારે નેશનલ હાઈવે પાસે નાલા નીચેના ભાગમાં આ કાર પલટી મારી ગઇ હતી જેથી કરીને કારમાં બેઠેલ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય શેતલબેન સાપરાના પતિ જોરુભાઈ સોમાભાઈ સાપરા જાતે કોળી (ઉંમર ૩૯) રહે. વાંકાનેર બ્રહ્મ સમાજ સોસાયટી વાળાને માથામાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નિપજયું હતું

આ બનાવમાં હાલમાં મૃતકના પત્ની શેતલબેન જોરુભાઈ સાપરા (૩૫) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં ફરિયાદી શેતલબેન સાપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓની હુંડાઈ વેન્યુ કાર તેઓના ગામડે લગ્ન પ્રસંગમાં વરરાજાના ફુલેકા માટે આપવામાં આવી હતી અને તે કાર ફુલેકું અને લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયા બાદ પાર્ટ લેવા માટે તેઓના પતિ ગયા હતા અને તે કાર લઈને આવતા હતા ત્યારે આ અકસ્માતનો બનાવ સર્જાયો છે અને તેઓના પતિનું મૃત્યુ નિપજયું છે






Latest News