મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ગાંધીજી દારૂ પિતા હોવાનું નિવેદન આપ્યા મોરબી કોંગ્રેસ દ્વારા રાજીનામાંની માંગ


SHARE









હળવદના ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ગાંધીજી દારૂ પિતા હોવાનું નિવેદન આપ્યા મોરબી કોંગ્રેસ દ્વારા રાજીનામાંની માંગ

હળવદના ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયાની અંદર મૂકવામાં આવેલ વીડિયોમાં મહાત્મા ગાંધીજી પણ દારૂ પિતા થઈ ગયા હતા તેઓ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે જેનો મોરબી શહેરમાં કોંગ્રેસની ટીમ દ્વારા તે બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો અને મોરબીના નગર દરવાજા ચોકમાં ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા માફી માંગે અથવા તો રાજીનામું આપે તેવા નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

સમગ્ર ગુજરાતની અંદર દારૂ સહિતના નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે તેને લઈને કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તેવામાં બે દિવસ પહેલા હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા એક જાહેર કાર્યક્રમની અંદર દારૂ અને જુગારને લઈને ટીપણી કરવામાં આવી હતી ત્યારબાદ બીજા દિવસે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર મૂક્યો હતો જેમાં કુસંગત વિશે વાત કરતા મહાત્મા ગાંધીજી પણ દારૂ પિતા હતા તેવો શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે

જેથી ગાંધીજી વિષે આપતીજનક શબ્દોનો પ્રયોગ કરનારા ભાજપના ધારાસભ્યના બફાટના વિરોધમાં મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સુરી તે ઉપરાંત અલ્પેશભાઈ કોઠીયા, ભાવિનભાઈ ફેફર, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની, કિશોરભાઇ બોપલિયા, રાજેશભાઈ કલારિયા, યોગેશભાઈ, હરદેવભાઇ, રાવજીભાઇ સહિતના અગ્રણીઓએ નગર દરવાજા ચોક ખાતે નારા લગાવવામાં આવ્યા હતા અને ભાજપના ધારાસભ્ય ગાંધીજીની માફી માંગે અથવા તો રાજીનામું આપે તેવી માંગ કરી હતી.

વધુમાં મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રી દ્વારા ગુજરાતમાં ઘરે ઘરે દારૂ વેચાય છે તેવી ટિપ્પણી કરવામાં આવી હતી જેની સામે રાજ્યના વર્તમાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ એવું નિવેદન આપ્યું હતું કે, આ ગાંધીજીનું અપમાન છે તો હાલમાં ભાજપના ધારાસભ્ય દ્વારા ગાંધીજી દારૂ પિતા હતા તેવું જે નિવેદન આપવામાં આવે છે તે શું ગાંધીજીનું આપવા નથી ? તેવો અણીદાર સવાલ રાજ્યના મંત્રીને કરવામાં આવેલ છે.




Latest News