મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતની આગામી ચૂંટણી માટેનો રોટેશન જાહેર: નવી 7 સહિત 22 બેઠકો માટે યોજાશે ચૂંટણી


SHARE













મોરબી તાલુકા પંચાયતની આગામી ચૂંટણી માટેનો રોટેશન જાહેર: નવી 7 સહિત 22 બેઠકો માટે યોજાશે ચૂંટણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવતા આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોને શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબી તાલુકા પંચાયતની જે કુલ બેઠકો હતી તેમાંથી કુલ 11 બેઠકોને રદ કરવામાં આવી છે અને નવી 7 બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમજ આગામી તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું 22 બેઠકોનું રોટેશન અનામત બેઠકની ફાળવણી સાથેનું જાહેર કરવામાં આવ્યું છે

મોરબી તાલુકા પંચાયતમાં અગાઉ 26 બેઠકો હતી અને તે 26 બેઠકોમાં મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગામોનો પણ સમાવેશ થતો હતો અને ત્યાં તાલુકા પંચાયતની 26 બેઠકો અસ્તિત્વમાં હતી જોકે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી ત્યારબાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો મોરબી શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તાલુકા પંચાયતની કેટલીક બેઠકો રદ કરવામાં આવેલ છે જેમાં મહેન્દ્રનગર ગામની બે, ત્રાજપર ગામની બે, રવાપર ગામની બે, સનાળા અને નાની વાવડી બેઠકનો સમાવેશ થાય છે જ્યારે નવા સાદુડકા બેઠકનું નામ બદલાવામાં આવેલ છે અને હાલમાં જે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો બનાવવામાં આવેલ છે અને તેમાં નવી વનાળીયા, નીચી માંડલ, રાજપર, લક્ષ્મીનગર, ઘુનડા (સ), બેલા આમરણ અને લાલપર બેઠકનો સમાવેશ થાય છે જો અનામત બેઠકોની વાત કરીએ તો એક બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી, એક બેઠક અનુસૂચિત જાતિ સામાન્ય, એક બેઠક અનુસૂચિત આદિ જાતિ સામાન્ય, ત્રણ બેઠક સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી, ત્રણ બેઠક સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય, સાત બેઠકો સ્ત્રી સામાન્ય તેમજ છ બેઠકોને બિન અનામત જાહેર કરવામાં આવેલ છે

કઈ બેઠકમાં કયા ગામનો સમાવેશ ?

મોરબી તાલુકા પંચાયતની કઈ બેઠકમાં કયા ગામનો સમાવેશ થશે તેની માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે આમરણ બેઠકમાં આમરણ, ડાયમંડનગર, જીવાપર, ધુળકોટ: બગથળા બેઠકમાં બગથળા, બરવાળા અને બીલીયા: બેલા આમરણ બેઠકમાં બેલા, આમરણ, ખાખરેચી ઓમનગર, રામપર પાડાબેકર, ઝીંઝુડા, સોલંકીનગર, ઉટબેટ સાપર, ફાસર, રાજપર કુંતાસી:  ગાળા બેઠકમાં ગાળા, વાઘપર, પીલુડી, જસમતગઢ, શાપર, રાપર અને અણિયારી: ઘુનડા (સ) બેઠકમાં ઘુનડા (સ), લગધીરનગર:  જાંબુડીયા બેઠકમાં જાંબુડીયા: જેતપર બેઠકમાં જેતપર, ચકમપર, જીવાપર, કેશવનગર:  જુના નાગડાવાસ બેઠકમાં જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, ગૂગણ, કૃષ્ણનગર, રવાપર નદી, શક્તિનગર, ભક્તિનગર: ખાખરાળા બેઠકમાં ખાખરાળા, ખેવારિયા, નારણકા, માનસર, પીપળીયા:  ખાનપર બેઠકમાં ખાનપર, કોલી, રામગઢ કોયલી, બાદનપર: ખરેડા બેઠકમાં ખરેડા, વાંકડા, જિકિયારી, લાલપર બેઠકમાં લાલપર, જોધપર નદી: લક્ષ્મીનગર બેઠકમાં લક્ષ્મીનગર,વા સાદુકા, જુના સાદુકા, ભરતનગર, અમરનગર, કેરાળા, હરીપર: મકાનસર બેઠકમાં મકનસર અને બંધુનગર, મોડપર બેઠકમાં મોડપર, કાંતીપુર,  કેરાળી, હજનાળી, વીરપરડા, લૂંટાવદર: નીચી માંડલ બેઠકમાં નીચી માંડલ, ઊંચી માંડલ, આંદરણા, સનાળા તળાવીયા: પંચાસર બેઠકમાં પંચાસર, માણેકવાડા, અમરાપર, ગાંધીનગર, નાગલપર, મોટીવાવડી, ફાટસર: પાનેલી બેઠકમાં પાનેલી, કાલિકાનગર, ગીડચ, લગધીરપુર: પીપળી બેઠકમાં પીપળી, રંગપર, બેલા: રાજપર બેઠકમાં રાજપર, થોરાળા, ચાચાપર અને વનાળીયા બેઠકમાં વનાળીયા, જેપુર, ગોર ખીજડીયા, ટિંબડી અને ધરમપુર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે






Latest News