મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ડમ્પર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા આધેડનું મોત


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ડમ્પર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા આધેડનું મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ બ્રિજ નજીક આધેડ પોતાનું સ્કૂટર લઈને તેની સાઇટ ઉપર જઇ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને હાથે, પગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ માધવ હોલ પાસે શિવમ પાર્કમાં રહેતા હિતેશભાઈ જગદીશભાઈ પાટડીયા (20)એ ડમ્પર નંબર જીજે 36 વી 5149 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા જગદીશભાઈ પાટડીયા મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ બ્રિજ નજીકથી પોતાનું જ્યુપિટર સ્કૂટર નંબર જીજે 36 એએસ 0936 લઈને તેઓની સાઇટ ઉપર જવા માટે પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને સાઈડના ભાગેથી ફરિયાદીના પિતાના સ્કૂટરને હડફેટ લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલાક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બાઇક ચોરી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર પાસે ગાયત્રીનગરમાં રહેતા સાવનભાઈ હિતેશભાઈ માલકીયા (21)અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 36 એબી 4691 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News