મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બેંકના 4 એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી આવ્યા 89.79 લાખ: 6 પૈકીનાં 5 આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં0 જુદીજુદી બેંકના 4 એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી આવ્યા 89.79 લાખ: 6 પૈકીનાં 5 આરોપીની ધરપકડ

સાયબર ફ્રોડના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે આવા ગુનાને રોકવા માટે થઈને હવે જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં આવ્યા હોય છે તે બેન્ક એકાઉન્ટના ધારક સહિત તે રકમને સગેવગે કરનારાઓની સામે ધડાધડ ગુના નોંધવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ગુનો ચાર બેક એકાઉન્ટ ધારકો સહિત કુલ છ શખ્સોની સામે નોંધવામાં આવ્યો હતો અને આ ગુનામાં હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીમાં ગઈકાલે એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમના ચાર ગુના 15 શખ્સોની સામે નોંધાયા હતા ત્યાર બાદ આજે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બેંકના ચાર એકાઉન્ટ ધારકો સહિત કુલ છ શખ્સોની સામે સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો છે જેની મળતી માહિતી મુજબ મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા યસ મહેશભાઈ વાગડીયા, મોરબીની ખોખાણી શેરીમાં રહેતા કમલ જયેશભાઈ રાણપરા, રાજકોટ સોની બજારમાં નકલંગ ચોક ઇન્દ્રા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા દીપકદાસ કાંતિદાસ વૈષ્ણવ,  મોરબીના અનંતનગર શેરી નં-2 માં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા આયુષ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ મોરબીની રવાપર રેસીડેન્સી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ઇસકોન હાઇટ્સ બ્લોક નંબર 801 માં રહેતા વિરલ હિંમતભાઈ ઇસલાણીયા અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે યસ, કમલ, દિપકદાસ અને દિવ્યરાજસિંહના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં આવતા હતા અને ત્યારબાદ તે રકમને ચેકથી અથવા તો એટીએમથી વિડ્રો કરવામાં આવતી હતી અને આરોપીઓ દ્વારા સિન્ડિકેટ બનાવીને સંગઠિત ગુનાહિત કાવતરું રચી અલગ અલગ રાજ્યના લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને સાયબર ફ્રોડથી નાણા મેળવવામાં આવતા હતા અને તેને સગેવગે કરીને આર્થિક લાભ મેળવવામાં આવતો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનાની તપાસ કરી રહેલા પીઆઇ એન.એ.વસાવા પાસેથી મળતી માહિતી મુજબ મ્યુલ એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી કુલ મળીને 89,79,065 રૂપિયા આવ્યા હતા અને તેને ચેકથી વિડ્રો કરવામાં આવ્યા હતા હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી યશ મહેશભાઇ વાધડીયા, કમલ જયેશભાઇ રાણપરા, દિપકદાસ કાન્તીદાસ વૈષ્ણવ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News