મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રીક્ષાના સ્ટંટ કરનારા શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ: ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં રીક્ષાના સ્ટંટ કરનારા શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ: ગુનો નોંધાયો

મોરબીના મયુર પુલ ઉપર રીક્ષા ચાલક સ્ટંટ કરતો હતો જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યાર બાદ ટ્રાફિક શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને રિક્ષા ચાલકને શોધી કાઢીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં વિડીયો મુકવા માટે ઘણી વખત બાઈક, કાર, સ્કૂટર વિગેરેના જોખમી સ્ટંટ કરવામાં આવતા હોય છે દરમિયાન બે દિવસ પહેલા રાત્રિના સમયે મોરબીના મયુર પુલ ઉપરથી રીક્ષા ચાલક સ્ટંટ કરીને પસાર થઈ રહ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તે ટ્રાફિક શાખાના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક ટ્રાફિક શાખાના અધિકારી અને કર્મચારી દ્વારા રિક્ષાના નંબર જીજે 36 ડબલ્યુ 3936 આધારે રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો અને ત્યારબાદ તેની સામે રીક્ષાના સ્ટંટ જાહેર માર્ગો પર કરવા બદલ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ ગુનામાં આરોપી ઈસ્માઈલભાઈ જુમાભાઈ કાણીયા (26) રહે લાકડીયા તાલુકો ભચાઉ હાલ રહે. બિલાલી મસ્જિદ પાસે વીસીપરા મોરબી વાળાને પકડીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News