મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક આઇસરમાં ધડાકાભેર કાર ઘૂસી ગઇ, મહિલા સહિત ત્રણને ઇજા: કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબી નજીક આઇસરમાં ધડાકાભેર કાર ઘૂસી ગઇ, મહિલા સહિત ત્રણને ઇજા: કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી રાજકોટ હાઇવે રોડ પર આવેલ અજંતા કારખાના નજીકથી યુવાન આઇસર લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન મોરબી તરફથી રાજકોટ બાજુ જઈ રહેલ સ્વિફ્ટ ગાડીના ચાલકે ધડાકા તેની કાર આઇસરમાં અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં કારમાં બેઠેલ મહિલા સહિતના લોકોને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ અમરેલી જિલ્લાના રહેવાસીના હાલમાં રાજકોટના મેટોડા ગેટ નંબર-2 પેટ્રોલ પંપની પાછળના ભાગમાં ભાડાના મકાનમાં રહેતા નરેશભાઈ રામજીભાઈ સારીખડા (46)એ સ્વિફ્ટ કાર નંબર જીજે 36 એજે 9768 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ અજંતા કારખાના નજીક આવેલ એટીએમ સામેની કટમાંથી તે પોતાનું આઇસર વાહન પસાર કરવા જઈ રહ્યા હતા ત્યારે મોરબી તરફથી આવી રહેલ સ્વિફ્ટ કારના ચાલકે ફરિયાદીના આઇસર નંબર જીજે 3 બીટી 9640 માં કારને અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કાર ચાલક તથા કારમાં બેઠેલ મહિલા સહિતનાઓને માથા મોઢા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર તેઓને સારવાર આપવામાં આવી હતી ત્યાર બાદ આ બનાવ સંદર્ભે હાલમાં આઇસર ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી ખાતે છે




Latest News