માળિયા-કચ્છ હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડ હોટલના રૂમમાં યુવાને જીવન ટુંકાવ્યુ
માળિયા (મી) નજીક નેશનલ હાઈવે ઉપરથી દારૂ ભરેલ સ્કોર્પિયો ગાડીને પકડીને લોકોએ પોલીસને હવાલે કરી: 10.30 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ, ચારની શોધખોળ
SHARE
માળિયા (મી) નજીક નેશનલ હાઈવે ઉપરથી દારૂ ભરેલ સ્કોર્પિયો ગાડીને પકડીને લોકોએ પોલીસને હવાલે કરી: 10.30 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ, ચારની શોધખોળ
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ વીર વિદરકા ગામ પાસેથી સ્કોર્પિયો ગાડી પસાર થઈ રહે હતી જેને રોકવા માટે લોકોએ નેશનલ હાઈવે ઉપર આડા વાહનો ઊભા રાખ્યા હતા અને ત્યારબાદ સ્કોર્પિયો ગાડીને રોકીને ચેક કરવામાં આવતા જનતા રેડ દરમિયાન તે ગાડીમાંથી 150 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી લોકોએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની જાણ કરી હતી ત્યાર બાદ પોલીસ ત્યાં દોડી આવી હતી અને ગાડી સહિત 10.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને લોકોએ ઝડપી પડેલા શખ્સને કબજામાં લઈને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના ચાર આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ વીર વિદરકા ગામના પાટીયા પાસેથી દારૂ ભરેલું વાહન પસાર થવાનું છે તે પ્રકારની સ્થાનિક લોકોને માહિતી મળી હતી જેના આધારે લોકોએ વાહનો નેશનલ હાઈવે રોડ ઉપર આડા ઊભા રાખીને સ્કોર્પિયો ગાડીને રોકાવી હતી અને ત્યારબાદ તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી લગભગ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને સ્કોર્પિયો ગાડી સાથે એક શખ્સને સ્થાનિક લોકો દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો જો કે, ગાડીમાં બેઠેલા શાખાઓમાંથી કેટલાક નાસી ગયા હતા અને જનતા રેડ બાદ લોકોએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તે અંગેની જાણ કરી હતી જેથી માળિયા તાલુકા પોલીસ ત્યાં પહોંચી હતી અને સ્થળ ઉપર લોકોએ દારૂ ભરેલ કાર સાથે પકડેલા શખ્સને કબજામાં લીધેલ હતો અને 150 લિટર દેશી દારૂ જેની કિંમત 30 હજાર તેમજ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એઆર 0015 જેની કિંમત 10 લાખ રૂપિયા આમ કુલ મળીને 10.30 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી રાજેશભાઈ હરજીભાઈ ચાવડા (19) રહે. ટિંબડી તથા ઇમરાન અને તેની સાથે રહેલા અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને 5 શખ્સોની સામે ગુનો નોંધાયેલ છે જે પૈકીનાં એક આરોપીને પકડવામાં આવેલ છે અને નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.