મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ઝાડા ઉલટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત


SHARE













વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ઝાડા ઉલટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ચોકડી પાસે રહેતા પરિવારની દીકરીને ઝાડા ઉલટી થયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને તેણીનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ચોકડી પાસે રહેતા પરિવારની પરિબેન સંદીપભાઈ કાઠી નામની સાત વર્ષની બાળકીને ઝાડા ઉલટી થયા હોય તેણીને મોરબી લાવવામાં આવી હતી અને અહીં પરીબેન કાઠીનું મોત થયુ હતું.હોસ્પિટલ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા પ્રભુભાઈ ગણેશભાઈ ફેફર નામના ૬૪ વર્ષના આધેડ જબલપુર ગામ પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં રસ્તામાં તેમનું વાહન સ્લીપ થતા ઇજા પામતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ હળવદના જૂના માલણીયાદ ગામે રહેતા છગનભાઈ રઘુભાઈ ખીંટ નામના ૪૬ વર્ષીય યુવાન વાડી વિસ્તારમાં નદી પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં તેનું વાહન સ્લીપ થતા તેને પણ સારવાર માટે અત્રે મોરબી લાવવામાં આવ્યો હતો.

બાળક સારવારમાં

મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર પાસેના હરિઓમ એપાર્ટમેન્ટ નજીક રહેતા પરિવારનો ચિરાગ અમરશીભાઈ નામનો નવ વર્ષનો બાળક ઘર નજીક બાઇકમાંથી પડી ગયો હોય ઇજા પામતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ સોલડી ગામના છેલાભાઈ રામાભાઇ ભરવાડ નામના ૬૩ વર્ષના વૃદ્ધ વાડીએથી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક આડે ભુંડ આડુ ઉતરતા વાહન સ્લીપ થવાના બનાવમાં થાપાના ભાગે ઇજાઓ થવાથી અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

તલવાર વડે હુમલો

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસેના શોભેશ્વર રોડથી આગળ મફતપરા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ બળદેવભાઈ સોલંકી નામના ૩૫ વર્ષના યુવાનને શોભેશ્વર રોડ મફતપરા નજીક અજાણ્યા માણસે હાથના ભાગે તલવાર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી બાદ વધુ સારવાર માટે પ્રવીણભાઈ સોલંકીને રાજકોટ ખસેડાયા હોય રાજકોટથી પોલીસ યાદી આવી હતી જેથી મોરબી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અજય ભાવેશભાઈ દેગામા નામના ૨૫ વર્ષના યુવાનને તેના ઘર નજીક અજાણ્યા ઈસમ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા 

મોરબીના હળવદ રોડ માંડલ ગામ પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં લક્ષ્મણભાઈ કુબેરભાઈ મકવાણા (૫૦), મોહનભાઈ કાનાભાઈ વાઘેલા (૩૫), વજીબેન કુબેરભાઈ મકવાણા (૭૦), લક્ષ્મીબેન ગૌતમભાઈ ડાભી (૩૫) અને વીજુબેન લખમણભાઇ મકવાણા (૪૫) રહે.બધા રામદેવનગર સોઓરડી પાછળ મોરબી-૨ ને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી હોસ્પિટલ ખાતે સારવાર આપી પોલીસમાં જાણ કરાઇ હતી અને પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢીયાર દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ દ્વારા જણાવાયેલ લ છે.જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર ડેલફીના સીરામીકના લેબર કવાટરમાં રહેતા રૂહીયા મંગલસિંહ (૪૨) ને લખધીરપુર રોડ ઉપરથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં નીચે પડી ગયા હોય ઇજા પામતા સારવાર માટે ખસેડાયા હતા

 






Latest News