મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો
માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બનાસકાંઠા જિલ્લામાંથી દ્વારકા જતાં ચાર પદયાત્રીના મોત
SHARE
માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બનાસકાંઠા જિલ્લામાંથી દ્વારકા જતાં ચાર પદયાત્રીના મોત
માળીયા પીપળીયા હાઇવે રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ નજીકથી પદયાત્રીઓનો સંઘ પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાંચ પદયાત્રીઓને હડફેટે લેતા જે પૈકીનાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે મોરબી લઈને આવ્યા છે આ બનાવની માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
આજે વહેલી સવારે માળીયા પીપળીયા હાઇવે રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ નજીકથી પદયાત્રીઓનો સંઘ પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે પદયાત્રીઓના સંઘને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે પૈકીનાં ચાર પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ઇજા પામેલા એક પદયાત્રીને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા.
વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તથા દિયોદર તાલુકા વિસ્તારમાંથી પદયાત્રીઓનો સંઘ માળીયા-પીપળીયા હાઇવે થઈને દ્વારકા દર્શન કરવા માટે જઈ રહ્યો હતો દરમિયાન ચાચાવદરડા ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપ નજીક અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં ચાર પદયાત્રીઓના મોત નિપજ્યાં છે અને મૃતકોમાં બે યુવાન અને બે આધેડ વ્યક્તિનો સમાવેશ થાય છે જોકે, મૃતક વ્યક્તિઓના નામ, સરનામા મેળવવા માટે તથા અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા વાહન ચાલકને શોધવા માટે થઈને માળીયા મીયાણા તાલુકા પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
માળીયા તાલુકાનાં સરવડ અને ચંચાવદરડા ગામ વચ્ચે સર્જાયેલ અકસ્માતના આ બનાવમાં નવા દિયોદર ગામે રહેતા ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ (28), ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ (28), ભગવાનભાઈ લાલાભાઇ ચૌધરી (65) અને અમરાભાઇ લાલાભાઇ ચૌધરી (62) નામના ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજયાં હતા. જોકે આ બનાવમાં નરસંગભાઇ સગથાભાઈ ચૌધરી (50) નામના આધેડને ઇજાઓ થઈ હોવાના કારણે તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે
વધુમાં મળતી વિગત પ્રમાણે ગત તારીખ 11/12/2025 ના રોજ આ પદયાત્રીઓનો સંઘ નવા દિયોદર ગામેથી દ્વારકા દર્શન કરવા માટે થઈને રવાના થયો હતો અને ગતરાત્રિના સમયે માળિયા તાલુકાના સરવડ ગામ પાસે આવેલ સાપેશ્વર મહાદેવ મંદિર ખાતે પદયાત્રીઓએ રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યાંથી આજે સવારે પાંચથી છ વાગ્યાના અરસામાં પદયાત્રીઓએ દ્વારકા તરફ જવા માટે તેની પદયાત્રા શરૂ કરી હતી.
તેવામાં અજાણ્યા વાહન ચાલકે પાંચ વ્યક્તિઓને હડફેટ લીધા હતા અને આ ગોઝારો અકસ્માત બન્યો છે આ બનાવની જાણ થતાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા મોરબીની સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ત્યાં પદયાત્રીઓને સાંતવ્ના આપી હતી અને ત્યાર બાદ પદયાત્રીઓના અકસ્માતમાં અવસાન થયેલ છે તેઓના મૃતદેહને તેના વતનમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરવા માટેની કવાયત કરી હતી.