માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટીયા પાસે ટ્રેક્ટર પાછળ ટ્રેક્ટર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત
SHARE
માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટીયા પાસે ટ્રેક્ટર પાછળ ટ્રેક્ટર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત
માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરની પાછળના ભાગમાં ટ્રેક્ટર અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને પાછળ આવી રહેલ ટ્રેક્ટરની ટ્રૉલીમાં સુતેલ યુવાન ટ્રૉલીમાંથી નીચે પટકાતા તેને છાતી અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક સામે હાલમાં મૃતક યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ રાજસ્થાનના રહેવાસી સુમિત્રાબેન ભુડાંરામ ઉર્ફે સુરેન્દ્ર સુગનારામ પવાર (23)એ હાલમાં ટ્રેક્ટર નંબર આરજે 19 આરસી 8022 ના ચાલક ઓમપ્રકાશ ધનારામ બાવરી રહે. સાવલિયાખુર્દ તાલુકો જેતારણ જીલ્લો પાલી રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માળીયા મિયાણા તાલુકાના ગામના ચાંચાવદરડા ગામના પાટીયા પાસેથી આરોપી પોતાના હવાલા વાળું ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ગફલત ભરી રીતે પોતાનું ટ્રેક્ટર ચલાવીને આગળના ભાગમાં જઈ રહેલા ટ્રેક્ટર નંબર આરજે 54 આરએ 4730 ની ટ્રોલીમાં આરોપીએ પોતાનું ટ્રેક્ટર અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પતિ ભુડાંરામ ઉર્ફે સુરેન્દ્ર સુગનારામ પવાર આરોપીના ટ્રેક્ટરમાં પાછળના ભાગે ટ્રોલીમાં સુતા હતા જે નીચે પટકાતા તેને છાતી અને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









