મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના બોકડથંભા રોડ ઉપર ટ્રક ચાલકે ઓવરટેક કરતા સમયે બાઇકને હડફેટે લેતા ટ્રક નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત


SHARE







વાંકાનેરના બોકડથંભા રોડ ઉપર ટ્રક ચાલકે ઓવરટેક કરતા સમયે બાઇકને હડફેટે લેતા ટ્રક નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત

વાંકાનેરમાં બોકડથભાં રોડ ઉપરથી વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે ઓવરટેક કરવા જતા સમયે બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં રસ્તા ઉપર નીચે પટકાયેલ વૃદ્ધ ટ્રકના પાછળના જોટામાં આવી જતા તેઓને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે રહેતા જયેશભાઈ કાનજીભાઈ સરાવાડીયા (28) એ ટ્રક નંબર જીજે 12 બીવી 8468 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે બોકડથંભા ગામના રોડ ઉપર થી તેઓના પિતા બાઈક નંબર જીજે 3 સિકે 62 92 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે પોતાનો ટ્રક ઓવરટેક કરતા સમયે બાઈકમાં અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતા કાનજીભાઈ મેરૂભાઈ સરાવાડીયા (59) રહે બોકડથંભા વાળા ટ્રકના પાછળના જોટામાં આવી જતા તેઓને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News