મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના લાભનગરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 10,200ની રોકડ સાથે ઝડપાયા


SHARE









મોરબીના લાભનગરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 10,200ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગરમાં મોમાઈ માતાજીના મંદિરની બાજુમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગરમાં મંદિર પાસે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચંદુભાઈ ચકુભાઈ ઝીંઝવાડીયા (51) રહે. વેજીટેબલ રોડ વાડી વિસ્તાર મોરબી, દિનેશભાઈ બીજલભાઇ બોરીચા (57) રહે. રણછોડનગર મોરબી, સંજયભાઈ રવજીભાઈ સાલાણી (23) રહે. લાભનગર મોરબી, રાજેશભાઈ મહાદેવભાઇ ઝાલરીયા (45) રહે. વાવડી મોરબી અને રણજીતભાઈ ભીમજીભાઇ ધામેચા (45) રહે. વેજીટેબલ રોડ મફતિયાપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,200 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News