મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મામાની દીકરી પાસે પૈસાની ઉઘરાણી કરવા ગયેલા ધ્રોલના વિશાલને ધોકાથી ફટકાર્યો, રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીમાં મામાની દીકરી પાસે પૈસાની ઉઘરાણી કરવા ગયેલા ધ્રોલના વિશાલને ધોકાથી ફટકાર્યો, રાજકોટ ખસેડાયો

મોરબીમાં મામાની દીકરી પાસે પૈસાની ઉઘરાણી કરવા ગયેલા ધ્રોલના વિશાલને ધોકાથી ફટકાર્યો હતો. ઈજાગ્રસ્ત વિશાલ પરમારને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ, વિશાલ અનિલભાઈ પરમાર (ઉંમર વર્ષ 25, રહે. ધ્રોલ સ્વામિનારાયણ પાર્ક) ગઈકાલે રાત્રે 11 વાગ્યાં આસપાસ મોરબી લાઇન્સનગર શનાળા પાસે હતા ત્યારે સામેવાળા વિજય બારોટ એ ઝઘડો કરી ધોકા વડે માર મારતા માથે અને શરીરે ઇજા થતાં પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વિશાલે કહ્યું કે તે સાઉન્ડ સિસ્ટમનું કામ કરે છે.

તેમની મોરબી રહેતી મામાની દીકરી બહેનને ઉછીના રૂપિયા આપ્યા હતા. લાંબા સમયથી પરત માંગતો હતો પણ રૂપિયા આપતાં નહોતા. ગઈકાલે ફોન કરતા બહેને મોરબી ઘરે આવી રૂપિયા લઈ જવા કહ્યું. એટલે તે મોરબી ગયો. ત્યાં બહેનના ઘરે વિજય બારોટ નામનો વ્યક્તિ હતો. તેણે માથાકૂટ કરી ધોકાથી માર માર્યો હતો. પોલીસે વિશાલનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી




Latest News