મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

ગુજરાતની ગીર અને કાંરેજ ગાય, કાઠીયાવાડી-મારવાડી ઘોડા અને ગીરના સિંહ ગુજરાતની આગવી ઓળખ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી


SHARE













ગુજરાતની ગીર અને કાંરેજ ગાય, કાઠીયાવાડી-મારવાડી ઘોડા અને ગીરના સિંહ ગુજરાતની આગવી ઓળખ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

વાંકાનેરમાં યોજાયેલ કામા અશ્વ રમતોત્સવમાં આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ગાય, ઘોડો અને સિંહ એ ગુજરાતની આગવી ઓળખ છે અને તેના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેવા સમયે વાંકાનેરના આંગણે યોજાયેલ અશ્વ કામા શો પશુપાલકો અને ખાસ કરીને અશ્વપાલકો માટે પ્રોત્સાહન રૂપ સાબિત થશે.

વાંકાનેરના આંગણે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ અને કામા સોસાયટીના સહયોગથી વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અશ્વ કામા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવ્યા હતા અને તેઓની સમક્ષ પોલીસ વિભાગના માઉન્ટેન ઘોડા સવારો દ્વારા જુદા જુદા કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ગીરના સિંહ, ગીર અને કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ અને કાઠીયાવાડી તથા મારવાડી ઘોડાએ ગુજરાતની એક આગવી ઓળખ છે આટલું જ નહીં પરંતુ ગાય અને ઘોડાએ પશુપાલકો અને ખેડૂતો માટે સમૃદ્ધિનું પ્રતિપણ માનવામાં આવતું છે ખાસ કરીને તેઓએ વાંકાનેરના મહારાણા સ્વર્ગીય દિગ્વિજયસિંહ ઝાલાને યાદ કર્યા હતા અને તેમણે પર્યાવરણ અને પ્રકૃતિ માટે કરેલ કામોને યાદ કર્યા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વૈદિક કાળથી આપણી સંસ્કૃતિ અને ધરોહરમાં વીર અને શૌર્યવાન યોદ્ધાઓની સાથે ગાય, સિંહ અને અશ્વનું મહત્વ સવિશેષ રહ્યું છે. ગાય અને અશ્વને આદિકાળથી સમૃદ્ધિના પ્રતિક માનવામાં આવ્યા છે. ત્યારે આપણી સંસ્કૃતિ અને વિરાસતના આ અભિન્ન અંગને બચાવવાની આપણી સૌની જવાબદારી છે. અને ખાસ કરીને કામા રમતોત્સવ અંતર્ગત અશ્વના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેનાથી અશ્વ પાલકોને ખૂબ મોટું પ્રોત્સાહન મળે છે.

વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે મિશન મોડ પર કામગીરી શરૂ કરાવી છે. પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાય ખૂબ મહત્વ છે આટલુ જ નહીં અને દેશની આર્થિક સમૃદ્ધિ અને ખેડૂતની સમૃદ્ધિનો આધાર ગાય છે. દેશી ગાયોની નસલો લુપ્ત થતી જાય છે જેને બચાવવી ખૂબ જરૂરી છે. આયુર્વેદમાં ગાયનું ગૌમૂત્ર અમૃત સમાન છે, દેશી ગાયનું ગૌમુત્ર બિનઉપજાઉ જમીનને ફળદ્રુપ બનાવે છે. ભારતની દેશી ગાયનું દૂધ અમૃત સમાન છે.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જસદણ સ્ટેટ સત્યજિતકુમાર ખાચર, ગોંડલ સ્ટેટ હિમાંશુસિંહ જાડેજા, આચાર્ય ઘનશ્યામજી મહારાજ, કલેકટર કે.બી. ઝવેરી, પશુ પાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી.સાનિયા, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસો.ના અજીતસિંહ ગોહિલ સહિત આગેવાનો તેમજ અશ્વપાલકો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News