મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

થર્ટી ફસ્ટની અસર: મોરબીમાં એસપીની હાજરીમાં વાહન ચેકિંગ ઝુંબેશ


SHARE









થર્ટી ફસ્ટની અસર: મોરબીમાં એસપીની હાજરીમાં વાહન ચેકિંગ ઝુંબેશ

મોરબીના બાયપાસ રોડ સહિત જુદી જુદી જગ્યા ઉપર આજે એસપીની હાજરીમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ વાળા વાહન ચાલકો અને બ્લેક ફિલ્મ વાળી કારના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી

આગામી થર્ટી ફસ્ટને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબીના નવલખી રોડ પર બાયપાસ પાસે એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને રોકીને ખાસ કરીને ડ્રીંક એન્ડ ડ્રાઈવ વાળા વાહન ચાલકો સામે અને બ્લેક ફિલ્મ વાળી કાર હોય તો તેના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી અને આવી જ રીતે મોરબીના ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેશન અને શનાળા રોડ ઉપર વાહન ચેકિંગ કરવામાં અવાયું હતું અને ખાસ કરીને બ્રેથ એનેલોઝર સહિતને સાધનો વડે ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસ શોધવા માટેની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આગામી બે દિવસ સુધી આવી જ રીતે અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકિંગ ઝુંબેશ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.




Latest News